મતગણતરી પહેલા રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને કરી ખાસ અપીલ

મતગણતરી શરૂ થતા પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના કાર્યકર્તાઓને ટ્વીટ કરીને સંદેશ આપ્યો છે.

લોકસભા ચૂંટણી માટે મતદાન બાદ હવે 23 મેના રોજ ગણતરી થવાની છે અને પરિણામ આવવાના છે. મતગણતરી શરૂ થતા પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના કાર્યકર્તાઓને ટ્વીટ કરીને સંદેશ આપ્યો છે. રાહુલ ગાંધીએ આગામી 24 કલાકને મહત્વપૂર્ણ ગણાવ્યા છે અને પાર્ટી કાર્યકર્તાઓને સાવચેત રહેવા જણાવ્યુ છે. તમને જણાવી દઈએ કે 23મેના રોજ સવારે 8 વાગ્યાથી ગણતરી શરૂ થઈ જશે અને બે-ત્રણ કલાકમાં રૂઝાન પણ આવવા લાગશે.

રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓ કરી સાવચેત રહેવાની અપીલ

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ છે કે, ‘કોંગ્રેસ પાર્ટીના પ્રિય કાર્યકર્તાઓ, આગામી 24 કલાક મહત્વપૂર્ણ છે. સતર્ક અને સાવચેત રહો. ડરો નહિ. તમે સત્ય માટે લડી રહ્યા છો. નકલી એક્ઝીટ પોલના દૂષ્પ્રચારથી નિરાશ ન થાવ. પોતાના પર અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો, તમારી મહેનત બેકાર નહિ જાય.' તમને જણાવી દઈએ કે મોટાભાગના એક્ઝીટ પોલમાં એનડીએને બહુમત મળતો દેખાઈ રહ્યો છે. જેના કારણે વિરાધીઓમાં હાલ સન્નાટો ફેલાયેલો છે. જો કે એક્ઝીટ પોલ કેટલા સાચા અને કેટલા ખોટા તેનો અંદાજો તો ચૂંટણી પરિણામ બાદ જ લગાવવામાં આવી શકે છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આપ્યો હતો ઑડિયો સંદેશ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આપ્યો હતો ઑડિયો સંદેશ

તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે પાર્ટી કાર્યકર્તાઓને એક ઑડિયો મેસેજ આપીને કહ્યુ હતુ કે તે અફવાઓ અને એક્ઝીટ પોલ પર ધ્યાન ન આપે અને સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્રો પર અડગ રહે. પ્રિયંકા ગાંધીએ પોતાના ઑડિયો મેસેજમાં કહ્યુ હતુ કે, ‘તમે લોકો અફવાઓ અને એક્ઝીટ પોલથી હિંમત ન હારો. આ અફવાઓ તમારી હિંમત તોડવા માટે ફેલાવવામાં આવી રહી છે. આ દરમિયાન તમારી સાવધાની વધુ મહત્વપૂર્ણ બની જાય છે. સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્રો પર અડગ રહો અને સાવચેત રહો.' આ ઉપરાંત તેમણે છેલ્લે કહ્યુ કે અમને પૂરી આશા છે કે અમારી અને તમારી મહેનતનું ફળ મળશે.

શું કહે છે એક્ઝીટ પોલ?

શું કહે છે એક્ઝીટ પોલ?

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના સાતમાં અને છેલ્લા તબક્કા માટે 19મેના રોજ મતદાન થયુ. મતદાન ખતમ થયા બાદ એક્ઝીટ પણ સામે આવી ગયા. લગભગ અડધા ડઝન એક્ઝીટ પોલમાં મોટાભાગે એનડીએને સરેરાશ 275થી 300 આસપાસ સીટો મળતી જોવા મળી છે. એક્ઝીટ પોલના પરિણામો બાદ વિપક્ષી પાર્ટીઓ આને ખોટા સાબિત કરવામાં લાગી ગઈ છે. એક્ઝીટ પોલનો ઈતિહાસ એવો રહ્યો છે કે તે ઘણી વાર ખોટા સાબિત થયા છે પરંતુ આ વખતે શું થાય છે તેનો અંદાજો 23મેના રોજ લાગી જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X