For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલ પર રાહુલે પીએમ મોદીને પૂછ્યા 4 સવાલ, કહ્યુ -થશે ‘ઓપન બુક પરીક્ષા'

રાહુલ ગાંધીએ બે ટ્વિટ કરીને પીએમ મોદીને સવાલ કર્યા છે અને લોકસભામાં ચર્ચા માટે પડકાર પણ ફેંક્યો છે.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ અંગે કોંગ્રેસના ભાજપ અને મોદી સરકાર પર હુમલા ચાલુ જ છે. લોકસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આરોપ લગાવ્યા કે તેમણે અનિલ અંબાણીની કંપનીને ડીલ દ્વારા ફાયદો પહોંચાડવાનું કામ કર્યુ. ત્યારબાદ રાહુલ ગાંધીએ બે ટ્વિટ કરીને પીએમ મોદીને સવાલ કર્યા છે અને લોકસભામાં ચર્ચા માટે પડકાર પણ ફેંક્યો છે.

રાહુલ ગાંધીએ પૂછેલા ચાર સવાલ

રાહુલ ગાંધીએ પૂછેલા ચાર સવાલ

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ, ‘પરીક્ષાના પ્રશ્ન આ છે' -
સવાલ 1. 126 વાયુસેનાના બદલે 36 વિમાન કેમ જોઈએ?
સવાલ 2. 560 કરોડ પ્રતિ વિમાનના બદલે 1600 કરોડ કેમ?
સવાલ 3. એચએએલના બદલે એએ (અનિલ અંબાણી) કેમ?
સવાલ 4. મોદીજી, કૃપા કરીને અમને જણાવો કે પરિકરજી પોતાના બેડરૂમમાં રાફેલ ફાઈલ કેમ રાખે છે અને તેમાં શું છે?

રાફેલ પર રાહુલે પીએમ મોદીને ઘેર્યા

સંસદના શિયાળુ સત્ર દરમિયાન બુધવારે પણ રાફેલ ડીલનો મુદ્દો ગરમાયેલો રહ્યો અને કોંગ્રેસે મોદી સરકાર પર ખૂબ નિશાન સાધ્યા હતા. રાહુલ ગાંધીએ લોકસભામાં રાફેલ અંગે પીએમ મોદીને ઘેર્યા અને કહ્યુ હતુ કે પીએમ મોદીએ અંબાણીની કંપનીને ફાયદો પહોંચાડ્યો છે. તેમણે ગોવાના મંત્રીનો ઑડિયો ટેપ ચલાવવાની માંગ પણ કરી હતી પરંતુ સ્પીકરે તેની અનુમતિ આપી નહોતી.

જેટલીએ આપ્યા હતા રાહુલના આરોપોના જવાબ

જેટલીએ આપ્યા હતા રાહુલના આરોપોના જવાબ

રાફેલ જેટ ડીલ પર રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યુ - અમે આ મામલે જીપીસીની માંગ કરીએ છીએ. ભાજપને હું કહેવા માંગુ છુ કે ડરવાની કોઈ વાત નથી, જેપીસી ઓર્ડર કરો, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. રાહુલ ગાંધીના તમામ આરોપોને અરુણ જેટલીએ ખોટા ગણાવી દીધા હતા અને કહ્યુ હતુ કે રાહુલ ગાંધીને પોતાના પદની ગરિમાનો ખ્યાલ નથી.

આ પણ વાંચોઃ રાફેલ પર રાહુલ ગાંધીએ પીએમ મોદીને સામસામે બેસીને ડિબેટનો આપ્યો પડકારઆ પણ વાંચોઃ રાફેલ પર રાહુલ ગાંધીએ પીએમ મોદીને સામસામે બેસીને ડિબેટનો આપ્યો પડકાર

English summary
rahul gandhi asks pm modi, Why 1600 Cr instead of 560 Cr per rafale aircraft
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X