For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દહેરાદૂનમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યો હુમલો કહ્યુ, ખંડૂરીને મળી સાચુ બોલવાની સજા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેહરાદૂનમાં આયોજિત પરિવર્તન રેલીમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ સાંસદ બીસી ખંડૂરીની ખૂબ પ્રશંસા કરી.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેહરાદૂનમાં આયોજિત પરિવર્તન રેલીમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ સાંસદ બીસી ખંડૂરીની ખૂબ પ્રશંસા કરી. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ હુમલો કર્યો. તેમણે કહ્યુ કે બી સી ખંડૂરી ડિફેન્સ સાથે જોડાયેલી સંસદીય સમિતિના ચેરમેન હતા પરંતુ સાચુ બોલવાના કારણે તેમને પીએમ કમિટીમાંથી બહાર કરવાનું કામ કર્યુ. આ દરમિયાન તેમણે રેલીમાં 'ચોકીદાર ચોર હે'ના નારા પણ લગાવડાવ્યા.

અંબાણીએ આજસુધી કોઈ વિમાન નથી બનાવ્યુ

અંબાણીએ આજસુધી કોઈ વિમાન નથી બનાવ્યુ

પરિવર્તન રેલીમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યુ કે બીસી ખંડૂરીએ પોતાનું આખુ જીવન સેનાને આપ્યુ. પરંતુ જ્યારે તેમણે સંસદમાં રાષ્ટ્રીય સુરક્ષા પર એક સવાલ પૂછ્યો અને સાચુ બોલ્યુ કે જે રીતે સરકારે સેનાની મદદ કરવી જોઈએ ત્યાં તે નથી, તો તેમને એ સમિતિના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા. તે આટલે જ રોકાયા તેમણે રાફેલ માટે અંબાણીને પણ આડે હાથ લીધા. તેમણે કહ્યુ કે શું અંબાણીએ આજ સુધી કોઈ વિમાન બનાવ્યુ છે. કોન્ટ્રાક્ટ મળવાની બરાબર પહેલા અંબાણી નવી કંપની ખોલે છે એ કંપનીને દુનિયાનો સૌથી મોટો રાફેલનો કોન્ટ્રાક્ટ મળી જાય છે.

લઘુત્તમ આવક કાયદો બનાવશે કોંગ્રેસ

લઘુત્તમ આવક કાયદો બનાવશે કોંગ્રેસ

ઉત્તરાખંડમાં સતત વધતી બેરોજગારી વિશે પણ રાહુલે મંચ પરથી સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યુ કે ઉત્તરાખંડમાં જે રીતે બેરોજગાર યુવાનો પરેશન છે. તે જ રીતે ખેડૂતો પણ પરેશાન છે. કહ્યુ કે ભાજપ સરકારે દેશના ખેડૂતોને સાડા ત્રણ રૂપિયા દિવસના હિસાબે આપ્યા અને ભાજપના સાંસદોએ પાંચ મિનિટ સુધી તાળીઓ વગાડી. તેમણે કહ્યુ કે આ રીતના નિર્ણયો માટે સરકારને શરમ આવવી જોઈએ. રાહુલે કહ્યુ કે અમારી સરકાર દરેક નાગરિકને લઘુત્તમ આવક આપવાનું સુનિશ્ચિત કરશે. આ દરમિયાન તેમણે લઘુત્તમ આવક ગેરેન્ટી માટે કાયદો બનાવવાનું પણ એલાન કર્યુ છે.

પિતાના આશીર્વાદ લઈને આવ્યો છુ

પિતાના આશીર્વાદ લઈને આવ્યો છુ

ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને ભાજપ નેતા બી સી ખંડૂરીના પુત્ર મનીષ ખંડૂરી આજે કોંગ્રેસમાં શામેલ થઈ ગયા છે. તેમણે કહ્યુ કે મારુ માનવુ છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ દેશને મજબૂત બનાવશે. કહ્યુ કે અહીં આવતા પહેલા મે પિતાના આશીર્વાદ માંગ્યા. તેમણે મને પૂછ્યુ કે શું હું સત્યના રસ્તે ચાલી શકીશ મે કહ્યુ ‘હા'.

ચિત્રેશ બિષ્ટના પરિવારને મળ્યા રાહુલ ગાંધી

ચિત્રેશ બિષ્ટના પરિવારને મળ્યા રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેહરાદૂનમાં પોતાના નિવાસ પર મેજર ચિત્રેશ સિંહ બિષ્ટના પરિવાર સાથે મુલાકાત કરી. તમને જણાવી દઈએ કે મેજર ચિત્રેશ સિંહ બિષ્ટે 16 ઓગસ્ટના રોજ રાજોરી જિલ્લામાં જમ્મુ કાશ્મીરમાં એલઓસીને પાર આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા એક આઈઈડીને ડિફ્યુધ કરીને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચોઃ અરુણ જેટલીને GST માટે મનમોહન સિંહે આપ્યો એવોર્ડ, રાહુલ કહી ચૂક્યા છે ગબ્બરસિંહ ટેક્સઆ પણ વાંચોઃ અરુણ જેટલીને GST માટે મનમોહન સિંહે આપ્યો એવોર્ડ, રાહુલ કહી ચૂક્યા છે ગબ્બરસિંહ ટેક્સ

English summary
rahul gandhi attack on pm narendra modi in dehradun
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X