For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રી વેક્સીન ભાજપના વચનને લઈ રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યો પ્રહાર

ફ્રી વેક્સીન ભાજપના વચનને લઈ રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યો પ્રહાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભાજપમાં થતી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી જનતા માટે રાજનૈતિક પાર્ટીઓએ વચનોના પિટારા ખોલવા શરૂ કરી દીધા છે. ગુરુવારે ભારતીય જનતા પાર્ટીએ નાણામંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું. જો કે બાજપી હવે પોતાના મેનિફેસ્ટોને લઈ વિવાદમાં ઘેરાયા છે, પાર્ટીના મફત કોરોના વેક્સીન આપવાની વાત પર કેટલાય વિપક્ષી દળોએ નિશાન સાધ્યું છે. આ ક્રમમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી ભાજપ પર પ્રહાર કર્યો છે.

corona vaccine

રાહુલ ગાંધીએ ભાજપના ઘોષણા પત્ર પર નિશાન સાધતા પોતાના ટ્વીટમાં લખ્યું, "ભારત સરકારે કોવિડ વેક્સીન વિતરણની ઘોષણા કરી દીધી છે. આ યોજના માટે વેક્સીન અને જૂઠા વચનો તમને ક્યાર મળશે, કૃપિયા તમારા રાજ્યની ચૂંટણીની તારીખ જુઓ." ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીને લઈ દુનિયાભરમાં હાહાકાર મચ્યો છે, એવામાં આ બીમારીથી છૂટકારો મેળવવા માટે તમામને વેક્સીનનો આતુરતાથી ઈંતેજાર છે. એવામાં ભાજપનું બિહારના લોકોને મફત વેક્સીન આપવાના વચનની તમામ વિપક્ષી દળોએ નિંદા કરી છે.

ઘોષણા પત્રમાં ભાજપે કર્યો વાયદો, બિહારમાં ફ્રીમાં મળશે કોરોના વેક્સિનઘોષણા પત્રમાં ભાજપે કર્યો વાયદો, બિહારમાં ફ્રીમાં મળશે કોરોના વેક્સિન

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સુરજેવાલાએ ગુરુવારે પોતાના એક નિવેદનમાં કહ્યું, બિહારના પ્રવાસી શ્રમિક સંકટમાં છે, રાજ્યના સીએમ અને ડેપ્યૂટી સીએમે કહ્યું કે તેઓ બહારના લોકોને પ્રવેશ નહિ કરવા દે. જ્યારે પીએમ મોદીએ કોરોના વેક્સીન આવવાની સંભાવના એક વર્ષ બાદની લગાવી છે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં બિહારમાં 1000 લોકોના મોત થઈ ચૂક્યાં છે, શું ખરેખર કેન્દ્રીય મંત્રિઓને બિહારના લોકોની ચિંતા છે? તેઓ માત્ર બિહારીઓનું અપમાન કરે છે. પોતાના એક ટ્વીટમાં રણદીપ સુરજેવાલાએ કેન્દ્ર પર પ્રહાર કરતા લખ્યું, 'મોદી સરકારે તો કોરરોના વેક્સીન નથી શોધી, પરંતુ બિહારની જનતાએ... બિહાર બચાવવાની વેક્સીન જરૂર ગોતી લીધી છે. જેડીયૂ-ભાજપ ભગાવો, મહાગઠબંધન સરકાર લાવો.'

English summary
Rahul Gandhi attacks BJP over BJP's promise of free vaccine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X