આજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ
લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ મનાતા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના રૂઝાન સામે આવવા લાગ્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસે ભાજપ કરતા ઘણી આગળ નીકળી ગઈ છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રૂઝાનોમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. તેલંગાનામાં ટીઆરએસ આગળ ચાલી રહી છે. જો કોંગ્રેસને આ રાજ્યોમાં જીત મળે તો સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ સંજીવની મળ્યા બરાબર હશે.
આ પણ વાંચોઃ તેલંગાના ચૂંટણી પરિણામ 2018: કોંગ્રેસે EVM પર કર્યા સવાલ, VVPAT ગણતરીની માંગ
|
પાયલટે પરિણામોને ગણાવ્યા કોંગ્રેસ અધ્યક્ષની ભેટ
આ રૂઝાનો વચ્ચે રાજસ્થાનમાં સીએમ ઉમેદવાર ગણાતા સચિન પાયલટે આ જીતને પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત અને જનતાનો આશીર્વાદ કહ્યો છે. સચિન પાયલટે કહ્યુ કે રૂઝાનોથી સ્પષ્ટ થઈ ગયુ છે કે રાજસ્થાનમાં કોંગ્રેસની જીત પાક્કી છે પરંતુ તેમછતાં હું એમ જ કહીશ કે આપણે પરિણામોની રાહ જોવી જોઈએ. આજનો દિવસ ખૂબ જ નિર્ણાયક છે. આજથી એક વર્ષ પહેલા જ રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા એટલા માટે આજની જીત તેમને પણ સમર્પિત છે.

સીએમ કોણ બનશે તેનો નિર્ણય પાર્ટી કરશેઃ પાયલટ
સીએમ પદની દાવેદારી પર સચિન પાયલટે કહ્યુ કે હજુ કંઈ પણ નક્કી નથી. આ નિર્ણય પાર્ટીના હાઈ કમાન્ડ અને પાર્ટીના ધારાસભ્યો મળીને કરશે. અમે જનતાના આભારી છીએ જેમણે અમારા પર ભરોસો મૂક્યો. અમે વચન આપીએ છીએ કે અમે તેમની આશાઓ પર ખરા ઉતરીશુ.

રાજસ્થાનમાં કોંગ્રેસનું સરકાર બનાવવાનું નક્કી
તમને જણાવી દઈએ કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના રૂઝાનોમાં કોંગ્રેસ અત્યારે 95 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે ભાજપ 79 સીટો પર આગળ ચાલી રહી છે. વળી, 25 સીટો એવી છે જ્યાં અન્ય ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. દિગ્ગજ નેતાઓમાં મુખ્યમંત્રી વસુંધરા રાજે ઝાલરાપાટન, ટોંકથી સચિન પાયલટ, સરદારપુરાથી અશોક ગેહલોત આગળ ચાલી રહ્યા છે. વળી, ભાજપના દિગ્ગજ નેતા રહેલા જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહ પાછળ ચાલી રહ્યા છે.
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની કોલેજમાંથી ભણેલા સચિન બનશે રાજસ્થાનના સીએમ? વાંચો પ્રોફાઈલ