Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી પસાર થઈ
Bharat Jodo Nyay Yatra: કોંગ્રેસની 'ભારત જોડો ન્યાય યાત્રા' શરૂ થઈ ગઈ છે. બીજા દિવસે રાહુલ ગાંધીની યાત્રા મણિપુરના સેકમાઈથી શરૂ થઈ હતી. અને આ યાત્રા કાંગપોકપી અને પછી ઈમ્ફાલ વેસ્ટમાંથી પસાર થઈ. રાહુલ ગાંધીએ સફેદ ટી-શર્ટ અને મણિપુરી જેકેટ પહેર્યુ હતુ.
પીટીઆઈ-ભાષાના જણાવ્યા મુજબ, રાહુલ ગાંધીએ વૉલ્વો બસમાં મુસાફરી શરૂ કરી હતી જેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવ્યો હતો. તેઓ લોકોને મળ્યા અને તેમની સમસ્યાઓ વિશે પૂછ્યું. જ્યારે રાહુલ ગાંધીની બસ અહીંના અનેક વ્યસ્ત વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે હજારો લોકો રૂટ પર કતારમાં ઊભા હતા અને કોંગ્રેસના નેતાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતુ કે મણિપુર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે મેઘચંદ્રએ ધ્વજ ફરકાવ્યો હતો. યાત્રા સેકમાઈથી કાંગપોકપી અને પછી મણિપુરમાં સેનાપતિ સુધી આગળ વધશે. યાત્રામાં ભાગ લેનારા લોકો નાગાલેન્ડમાં રાત્રિ રોકાણ કરશે.
એએનઆઈના જણાવ્યા અનુસાર, જયરામે કહ્યું કે તેઓ નાગાલેન્ડમાં પ્રવેશ્યા છે. મણિપુરની યાત્રા પૂરી થઈ ગઈ છે. હવે આ યાત્રા નાગાલેન્ડમાં થશે. આ દરમિયાન 7 થી 8 નાગરિક સંગઠનો પણ રાહુલ ગાંધીને મળ્યા હતા અને તેમને ઘણા દસ્તાવેજો આપ્યા હતા. તેમણે પોતાની પીડા અને વેદના રજૂ કરી છે. આ દરમિયાન સંસ્થાઓના લોકોએ રાહુલ ગાંધી સાથે લાંબી વાતચીત કરી હતી.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે (14 જાન્યુઆરી) મણિપુરથી 'ભારત જોડો ન્યાય યાત્રા' ની શરૂઆત કરી હતી અને હિંસા, નફરત અને સરમુખત્યારશાહી પર નહીં, પરંતુ સંવાદિતા, ભાઈચારો અને સમાનતા પર આધારિત દેશ માટે વિઝન રાખવા પર ભાર મૂક્યો હતો.
નોંધનીય છેકે રાહુલ ગાંધીની આ યાત્રા 15 રાજ્યો અને 110 જિલ્લામાંથી પસાર થશે. આ પ્રવાસ દરમિયાન અંદાજે 6,700 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. મોટાભાગની મુસાફરી બસ દ્વારા થશે, પરંતુ કેટલીક જગ્યાએ પગપાળા પણ હશે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વીડિયોની સાથે એક પોસ્ટ પણ શેર કરી છે. તેમણે લખ્યું, "આજે મણિપુર આખા દેશ તરફ આશાની આંખોથી જોઈ રહ્યું છે. આપણે તેમની આંખોમાંની પીડાને ભૂંસી નાખીને 'આશાનો દીવો' પ્રગટાવવાનો છે. ભાજપની વિભાજન અને ઉપેક્ષાની રાજનીતિથી ઘાયલ ભારતના આત્મા પર અમારી યાત્રા એકતા અને પ્રેમનો મલમ છે.
તેમણે કહ્યું કે મણિપુરમાં ચાલી રહેલી હિંસાને કારણે દરેક સમુદાયના લોકો પ્રભાવિત થયા છે. મણિપુર ખૂબ જ સુંદર જગ્યા છે. લોકોનું જનજીવન, ધંધા-રોજગાર બધું જ પ્રભાવિત થયું છે. લોકોએ જીવ ગુમાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ 2004થી રાજકારણમાં છે. પરંતુ આ પહેલા મેં અહીં કોઈ રાજ્યમાં આવું કંઈ જોયું નથી. અહીં કાયદો અને વ્યવસ્થા અને વહીવટી માળખું સંપૂર્ણપણે નાશ પામ્યું છે.
आज मणिपुर पूरे देश की तरफ उम्मीद की नज़रों से देख रहा है।
— Rahul Gandhi (@RahulGandhi) January 15, 2024
हमें उनकी आंखों में भरे दर्द को मिटा कर ‘उम्मीद का दीया’ जलाना होगा।
हमारी यात्रा भाजपा की विभाजन और उपेक्षा की राजनीति से ज़ख्मी भारत की आत्मा पर एकता और मोहब्बत का मरहम है।
चलेंगे साथ, लड़ेंगे साथ,
न्याय का हक़, मिलने… pic.twitter.com/b2mJLmHCTu
8 महीने से मणिपुर में हिंसा जारी है.
— Congress (@INCIndia) January 15, 2024
लेकिन प्रधानमंत्री मोदी ने इन 8 महीने में एक बार भी मणिपुर की ओर नहीं देखा.
ये मणिपुर के लोगों के साथ सबसे बड़ा अन्याय है.
हम मणिपुर की जनता के साथ पूरी तरह से खड़े हैं.
न्याय का हक पाने की यात्रा जारी है... pic.twitter.com/XHRoJT4Amn
Grateful for all the love and blessings the people of Manipur have showered upon us.❤️#BharatJodoNyayYatra 🇮🇳 pic.twitter.com/hLpGSLqxrP
— Congress (@INCIndia) January 15, 2024












Click it and Unblock the Notifications
