રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાને તપસ્યા ગણાવી, પત્ર લખી અનુભવો શેર કર્યા
ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર જઈ રહી છે. યાત્રા વચ્ચે હવે કોંગ્રેસે પત્ર જાહેર કર્યો છે. આ પત્રને પ્રજાસત્તાક હાથ સે હાથ જોડો અભિયાન દરમિયાન દેશભરમાં વહેંચાશે.
નવી દિલ્હી : રાહુલ ગાંધીની આગેવાની વાળી ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર જઈ રહી છે. યાત્રા વચ્ચે હવે કોંગ્રેસે પત્ર જાહેર કર્યો છે. આ પત્રને પ્રજાસત્તાક હાથ સે હાથ જોડો અભિયાન દરમિયાન દેશભરમાં વહેંચાશે. પત્રમાં રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના અનુભવ શેર કર્યા છે.

આ પત્રમાં રાહુલ ગાંધી કહ્યું છે કે, આ મારી તપસ્યા રહી છે. હું સમજું છું કે મારી અંગત અને રાજકીય સફર એક છે, અવાજહીનને અવાજ આપવાની, કમજોરોનું શસ્ત્ર બનવાની, ભારતને અંધકારમાંથી પ્રકાશ તરફ, નફરતમાંથી પ્રેમ તરફ અને પીડામાંથી સમૃદ્ધિ તરફ લઈ જવા માટેની.
ડિસેમ્બર 2022 માં કોંગ્રેસે જાહેરાત કરી હતી કે ભારત જોડો યાત્રાની જેમ આગામી બે મહિના સુધી પ્રજાસત્તાક દિવસે હાથ સે હાથ જોડો નામનું એક વિશાળ અભિયાન શરૂ કરાશે. મલ્લિકાર્જુન ખડકેએ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ બેઠકમાં રાહુલ ગાંધીના આ પત્ર મુદ્દે માહિતી આપી હતી.
આ અભિયાનમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો 2.5 લાખ ગ્રામ પંચાયતો, 6 લાખ ગામડાઓ અને 10 લાખથી વધુ મતદાન મથકોને કવર કરશે. પાર્ટીને મજબૂત કરવા રાજ્યની રાજધાનીમાં મહિલા યાત્રા અને પદયાત્રાઓ યોજવામાં આવશે.
અહીં તમને જણાવી દઈએ કે, ભારત જોડો યાત્રાએ અત્યાર સુધી દક્ષિણના રાજ્યો સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન દિલ્હીમાં થઈને પસાર થઈ છે. કોંગ્રેસનું માનવું છે કે આ યાત્રા પાર્ટીને મજબૂત કરશે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસ પાર્ટીનું ત્રણ દિવસનું પૂર્ણ અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં દેશભરમાંથી કોંગ્રેસના નેતાઓ એકઠા થશે અને પાર્ટીને મજબૂત કરવા વિચાર વિમર્શ કરશે.












Click it and Unblock the Notifications
