રાહુલ ગાંધીને શુક્રવારે સોંપાઇ શકે છે મોટી જવાબદારી!
નવી દિલ્હી, 16 જાન્યુઆરી: કોંગ્રેસ શુક્રવારે પાર્ટી કાર્યકર્તાઓના ભારે ભીડની વચ્ચે પોતાના યુવા ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અંગે કોઇ મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે. આ સિલસિલામાં કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળી રહી છે. સૂત્રો અનુસાર રાહુલ ગાંધીને ચૂંટણી પ્રચાર સમિતિની કમાન સોંપવામાં આવી શકે છે.
આજની બેઠકમાં તમામ પ્રદેશ અધ્યક્ષ અને કોંગ્રેસ વિધાયક દળોના નેતાઓને બોલાવવામાં આવ્યા છે. તેમાં સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહ બંને બોલશે. રાહુલને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની ચર્ચાઓ હજી પણ ચારે બાજું ફેલાયેલી છે.

કેન્દ્રીય મંત્રીએ મનીષ તિવારીએ જણાવ્યું મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોંગ્રેસમાં વડાપ્રધાન ઉમેદવારનું નામ ચૂંટણી બાદ જાહેર કરવાની પ્રથા રહી છે પરંતુ ઘણી વખત પરંપરાઓને બદલીને પણ જોવું જોઇએ.












Click it and Unblock the Notifications
