રાહુલ ગાંધી નવો પાસપોર્ટ બનાવી શકશે, કોર્ટે પરવાનગી આપી

કોંગ્રેસ નેતા અને પુર્વ સાંસદ રાહુલ ગાંધીને કોર્ટે મોટી રાહત આપી છે. સુરતની કોર્ટે સજા ફટકાર્યા બાદ લોકસભાની સદસ્યતા જતા રાહુલ ગાંધીનો રાજદ્વારી પાસપોર્ટ રદ્દ થયો હતો. હવે કોર્ટે નવો પાસપોર્ટ બનાવવાની પરવાનગી આપી છે.

નવો પાસપોર્ટ બનાવવા મુદ્દે રાહુલ ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મોટી રાહત આપી છે. સ્પેશિયલ કોર્ટે નવો પાસપોર્ટ બનાવવાની મંજૂરી આપતા તેમને મળેલી NOC પણ આગામી 3 વર્ષ માટે માન્ય રાખી છે.

rahul

જણાવી દઈએ કે, લોકસભાનું સભ્યપદ રદ થતા રાહુલ ગાંધીએ રાજદ્વારી પાસપોર્ટ સરેન્ડર કર્યો અને પોતાના માટે બનાવેલ સામાન્ય પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી હતી.

બીજી તરફ બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીના પાસપોર્ટ મુદ્દે NOC વધારવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં જામીન પર છે અને કેસની સંવેદનશીલતાને જોતા તેમને પાસપોર્ટ મેળવવા માટે એનઓસી આપવામાં ન આવે.

સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટમાં કહ્યું કે, સામાન્ય વ્યક્તિ વધુમાં વધુ 10 વર્ષ સુધી તેનો પાસપોર્ટ મેળવી શકે છે પરંતુ આ એક ખાસ કેસ છે. સુબ્રમણ્યમ સ્વામીએ દલીલ આપી કે, રાહુલ ગાંધીની નાગરિકતા પ્રશ્નમાં છે, કારણ કે તેઓ બ્રિટિશ નાગરિકતા ધરાવે છે.

સ્વામીએ આગળ કહ્યું કે, મૂળભૂત અધિકારોની જેમ પાસપોર્ટ રાખવાનો અધિકાર પણ સંપૂર્ણ અધિકાર નથી. સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટને કહ્યું કે, 2019માં રાહુલ ગાંધીને મંત્રાલય દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું રાહુલ ગાંધી પાસે બ્રિટિશ પાસપોર્ટ છે? પરંતુ તેણે આ અંગે કોઈ વાસ્તવિક જવાબ આપ્યો ન હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X