ટ્રમ્પના પ્રવાસ વખતે હિંસા એક ષડયંત્ર, રાહુલ ગાંધી જવાબ આપેઃ ગૃહરાજ્યમંત્રી
નાગરિકતા સુધારા કાયદા માટે દિલ્લીમાં છેલ્લા બે દિવસથી હિંસા ભડકેલી છે. આ ઘટનામાં અત્યાર સુધી એક હેડ કૉન્સ્ટેબલ સહિત 5ના મોત થઈ ચૂક્યા છે. વળી, આ હિંસા દરમિયાન જે રીતે એક વ્યક્તિએ 8 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ તેના ઓળખ કરી લેવામાં આવી છે. તેનુ નામ શાહરુખ છે જેને પોલિસે કસ્ટડીમાં લઈ લીધો છે. વળી, દિલ્લીમાં ભડકેલી હિંસા માટે કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિશન રેડ્ડીએ કોંગ્રેસને નિશાના પર લીધુ છે. તેમણે પાર્ટી યુવરાજ રાહુલ ગાંધી પાસે આ માટે જવાબ માંગ્યો છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બોલ્યા - ટ્રમ્પના પ્રવાસ વખતે હિંસા એક ષડયંત્ર
તેમણે કહ્યુ છે કે કોંગ્રેસ સતત સીએએનો વિરોધ કરી રહી છે. એવામાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ એ જણાવવુ જોઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ વખતે હિંસા કરીને દેશન છબી બગાડવાની કોશિશ કોણ કરી રહ્યુ છે. આનાથી કોઈને કોઈ ફાયદો થવાનો નથી.

સળગી રહી છે દિલ્લી, ચાલુ છે હિંસક પ્રદર્શન
તમને જણાવી દઈએ કે સોમવારે સવારે સીએએના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકો અને સમર્થક સામસામે આવી ગયા અને બંને વચ્ચે જોરદાર પત્થરમારો થયો અને ઘણી ગાડીઓમાં આગ લાગવા સાથે જ ઉપદ્રવીઓએ દુકાનોમાં પણ તોડફોડ કરી, હિંસક પ્રદર્શન સતત ચાલુ છે, વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
|
સીએમે બોલાવી મીટિંગ
હિંસક પ્રદર્શનને જોતા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અરજન્ટ મીટિંગ બોલાવી છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પણ બધા ધારાસભ્ય અને અધિકારી શામેલ હશે.

બધી સ્કૂલોને બંધ રાખવાની ઘોષણા
તમને જણાવી દઈએ કે નૉર્થ-ઈસ્ટ દિલ્લીમાં ભડકેલી હિંસાને કારણે દિલ્લીમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ વિસ્તારની બધી સ્કૂલોને બંધ રાખવાની ઘોષણા કરી છે. વળી, આજે યોજાનારી બધા પરીક્ષાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ દિલ્લીની હિંસામાં અત્યાર સુધી 5ના મોત, બ્રહ્મપુરી-મોજપુરમાં ફરીથી પત્થરમારો