ભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ આજે દિલ્લીમાં પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં કોંગ્રેસના બધા નવા ચૂંટાયેલા સાંસદ પહોંચ્યા જેમને રાહુલ ગાંધીએ પોતાનો સંદેશ આપ્યો.
2019ની લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં માહોલ ખરાબ છે. હારની જવાબદારી લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હજુ સુધી પોતાના રાજીનામા પર અડગ છે. વળી, પાર્ટીના મોટા નેતા એ વાત માટે તૈયાર નથી કે અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધી રાજીનામુ આપે. કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ આજે દિલ્લીમાં પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં સર્વસંમતિથી યુપીએનો ચેરપર્સન સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા. બેઠકમાં કોંગ્રેસના બધા નવા ચૂંટાયેલા સાંસદ પહોંચ્યા જેમને રાહુલ ગાંધીએ પોતાનો સંદેશ આપ્યો.

પોતાના પહેલા સંદેશમાં રાહુલે શું શું કહ્યુ
શનિવારે કોંગ્રેસ સંસદીય બોર્ડની બેઠકને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ, ‘લોકસભામાં આપણા માત્ર 52 સાંસદ છે પરંતુ હું તમને ગેરેન્ટી આપુ છુ કે આપણા આ 52 સાંસદ ભારતીય જનતા પાર્ટીને દરેક મોરચે મુકાબલો કરશે. આપણે ભાજપને દરરોજ પછાડવા માટે પૂરતા છીએ. કોંગ્રેસ પાર્ટીના દરેક સભ્યએ એ યાદ રાખવુ જોઈએ કે તમારામાંથી દરેક નેતા બંધારણ બચાવવા માટે લડી રહ્યા છે, કોઈ ભેદભાવ વિના દેશના દરેક વ્યક્તિ માટે લડી રહ્યા છે. ભાજપના નેતા આપણી સામે લડવા માટે નફરત અને ગુસ્સાનો ઉપયોગ કરે છે અને આવનારા સમયમાં તમને આનો આનંદ મળવાનો છે. આપણે આક્રમક થવુ પડશે. આ સમય આત્મનીરિક્ષણ અને સંપૂર્ણપણે બદલાવનો છે.' ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ ભાજપ પર આ રાહુલ ગાંધીનો પહેલો હુમલો છે.

ડેપ્યુટી સ્પીકર પદ પર કરશે દાવો
તમને જણાવી દઈએ કે શનિવારે બોલાવવામાં આવેલી બેઠકમાં સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા. આ બેઠકમાં કોંગ્રેસના બધા રાજ્યસભા અને નવા ચૂંટાયેલા 52 લોકસભા સાંસદ પહોંચ્યા હતા. આ પહેલા 16મી લોકસભામાં પણ સોનિયા ગાંધી જ કોંગ્રેસ સંસદીય દળના નેતા હતા. સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધીના ચૂંટાયા બાદ કોંગ્રેસ નેતા કે સુરેશે કહ્યુ, ‘પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત બાદ સોનિયા ગાંધી લોકસભામાં વિપક્ષના નેતાની ચૂંટણી કરશે. આપણે સંસદમાં વિપક્ષના નેતા અને ડેપ્યુટી સ્પીકરના પદનો દાવો કરીશુ. આ મામલે સોનિયા ગાંધી ટૂંક સમયમાં નિર્ણય લેશે.' વળી, સોનિયા ગાંધીના સંસદીય બોર્ડના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ, ‘સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ એક પ્રભાવી અને મજબૂત વિપક્ષી પાર્ટી સાબિત થશે જે ભારતના બંધારણની રક્ષા માટે સંઘર્ષ કરશે.'

સંસદમાં કોંગ્રેસના નેતા પર સસ્પેન્સ
બેઠકની માહિતી આપતા કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યુ, ‘સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીમાં વિશ્વાસ જાળવી રાખવા માટે અમે 12.13 કરોડ મતદારોનો આભાર માનીએ છીએ. રાહુલ ગાંધીએ પણ મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો. પાર્ટીએ સોનિયા ગાંધીને લોકસભામાં નેતા ચૂંટાવા માટે અધિકૃત કર્યા છે. અમે આજે પ્રેસ કૉન્ફરન્સમાં પોતાની વાત કહીશુ.' તમને જણાવી દઈએ કે 16મી લોકસભામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ સંસદમાં પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા હતા. આ વખતે લોકસભામાં કોંગ્રેસના નેતાના નામ વિશે હજુ સુધી સસ્પેન્સ યથાવત છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
