Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જ બાદ રાહુલ ગાંધીએ મોદીને આપી #FuelChallenge

મોદી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા શરૂ કરાયેલ ફિટનેસ ચેલેન્જ ભાજપ માટે માથાનો દુખાવો બની રહી છે.

મોદી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા શરૂ કરાયેલ ફિટનેસ ચેલેન્જ ભાજપ માટે માથાનો દુખાવો બની રહી છે. તેજસ્વી યાદવ બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફિટનેસ ચેલેન્જ દ્વારા પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. પીએમ મોદીને રાહુલ ગાંધીએ ફ્યુઅલ ચેલેન્જ આપી છે. સાથે જ રાહુલ ગાંધીએ ડિઝલ-પેટ્રોલના ભાવ ન ઘટવાની સ્થિતિમાં દેશવ્યાપી આંદોલન કરવાની ધમકી આપી છે.

રાહુલની ફ્યુઅલ ચેલેન્જ

રાહુલની ફ્યુઅલ ચેલેન્જ

રાહુલ ગાંધીએ ગુરુવારે સોશિયલ પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યુ કે, ડિયર પીએમ, એ જોઈને સારુ લાગ્યુ કે તમે વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કર્યો. હવે હું તમને એક ચેલેન્જ આપુ છુ. તમે પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડો નહિતર કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરીને તમને આમ કરવા માટે મજબૂર કરશે. અંતમાં તેમણે લખ્યુ, હું તમારી પ્રતિક્રિયાની રાહ જોઉ છુ. ત્યારબાદ તેમણે ટ્વિટના અંતમાં હૈશટેગ ફ્યુઅલ ચેલેન્જ લખ્યુ.

તેજસ્વી યાદવે પણ પીએમને આપી ચેલેન્જ

તેજસ્વી યાદવે પણ પીએમને આપી ચેલેન્જ

તમને જણાવી દઈએ કે ગુરવારે સવારે બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પીએમ પર નિશાન સાધતા ટ્વિટ કર્યુ હતુ કે, "વિરાટ કોહલી દ્વારા અપાયેલ ફિટનેસ ચેલેન્જને સ્વીકાર કરવાના અમે વિરોધમાં નથી. હું તમને નિવેદન કરુ છુ કે તમે યુવાનોને રોજગાર આપવા, ખેડૂતોને દેવામાફી અને દલિત અને અલ્પ સંખ્યકોની સામે હિંસા રોકવાનું વચન આપવાની મારી ચેલેન્જ સ્વીકારો. શું તમે મારી આ ચેલેન્જ સ્વીકાર કરશો નરેન્દ્ર મોદી સર?"

પ્રધાનમંત્રી મોદીએ ક્રિકેટર વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કર્યો

પ્રધાનમંત્રી મોદીએ ક્રિકેટર વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કર્યો

કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ દ્વારા શરૂ કરાયેલ ‘આપણે ફિટ તો ઈન્ડિયા ફિટ' ચેલેન્જની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. રાઠોડે એક વીડિયો શેર કરીને વિરાટને ફિટનેસ ચેલેન્જ આપી હતી. જેના જવાબમાં વિરાટે એક વીડિયો જારી કર્યો અને પીએમ મોદીને ફિટનેસ ચેલેન્જ આપી. પ્રધાનમંત્રી મોદીએ ક્રિકેટર વિરાટ કોહલીને ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કરતા કહ્યુ કે તે જલ્દી વીડિયો શેર કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X