'મોદીજી શહેનશાહવાળુ મૉડલ ચલાવવા માંગતા હતા', રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન

Samvidhan Samman Sammelan in Prayagraj: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે યુપીના પ્રયાગરાજ પહોંચ્યા હતા, જ્યાં તેમણે બંધારણના સન્માન અને રક્ષણ માટેના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમજ ફરી એકવાર વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

પ્રયાગરાજમાં સભાને સંબોધિત કરતી વખતે, રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને જોરદાર ઘેર્યા હતા. તેમણે જાતિ ગણતરીના મુદ્દાને પુનરાવર્તિત કરતા કહ્યું હતું કે સૌ પ્રથમ, આપણી પાસે વિવિધ સંસ્થાઓમાં વિવિધ જાતિઓની ભાગીદારી અંગેનો ડેટા હોવો જોઈએ.

Rahul Gandhi

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું, "ભાજપ કહે છે કે તેઓ જાતિની વસ્તી ગણતરી કરાવશે અને તેમાં ઓબીસી વર્ગનો સમાવેશ કરશે. વિવિધ સમુદાયો છે અને અમને તે બધાની યાદી જોઈએ છે. અમારા માટે તે માત્ર વસ્તી ગણતરી નથી, અમારા માટે આ નીતિ નિર્માણનો પાયો છે."

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "તમે મીડિયામાં જોશો કે તેઓ બોલિવૂડ વિશે વાત કરશે. તમારી સાથે જે થઈ રહ્યું છે તે સૌથી ખરાબ છે, તમારા પર સીધો હુમલો કરવામાં આવી રહ્યો છે. મેં મિસ ઈન્ડિયાની યાદી કાઢી એમાં એક પણ દલિત કે આદિવાસી કોઈ મહિલા નહોતી. મીડિયામાં નાચ-ગાન, બોલિવૂડની વાતો થાય છે પરંતુ ખેડૂતો અને મજૂરોની વાત નથી થતી.

પીએમ મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું, "પીએમ મોદી રાજા-મહારાજાઓનું મોડલ અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પોતાને સમ્રાટ માને છે. તેઓ પોતાને બિનજૈવિક માને છે, પીએમ મોદી રોંગ નંબર છે." રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજી રાજા, મહારાજા અને બાદશાહના મોડલને ચલાવવા માંગતા હતા. મેં મોદીજીને બંધારણ માથે લગાવવા મજબૂર કરી દીધા.

વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "અમે જાતિ ગણતરી કરાવીશું અને અનામત પરની 50 ટકાની મર્યાદા જે હું સ્વીકારતો નથી તેને દૂર કરવામાં આવશે. સૌ પ્રથમ આપણી પાસે વિવિધ સંસ્થાઓમાં વિવિધ જાતિઓની ભાગીદારી અંગેનો ડેટા હોવો જોઈએ. રિઝર્વેશનની વાત હંમેશા થાય છે, પરંતુ તેમને ક્યારેય તક મળતી નથી.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X