છટણી સંબંધિત કાયદા પર રાહુલ ગાંધીનો પ્રહાર- 'ખેડૂતો બાદ હવે મોદી સરકારનો મજૂરો પર વાર'

રાહુલ ગાંધીએ સંસદમાં પાસ થયેલ એ બિલનો વિરોધ કર્યો છે જેમાં ખાનગી કંપનીઓને છટણીની મંજૂરી આપવામાં આવી છે.

નવી દિલ્લીઃ આ વખતે મોનસુન સત્રમાં ઉદ્યોગો અને કૃષિ સાથે જોડાયેલ ઘણા મહત્વના બિલ પાસ થયા છે. જેના પર વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર પ્રહાર કરી રહી છે. સાથે જ તેને ખેડૂત અને મજૂર વિરોધી ગણાવી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ પણ લાંબા સમયથી સરકાર સામો મોરચો ખોલ્યો છે. હવે તેમણે સંસદમાં પાસ થયેલ એ બિલનો વિરોધ કર્યો છે જેમાં ખાનગી કંપનીઓને છટણીની મંજૂરી આપવામાં આવી છે.

rahul gandhi

રાહુલ ગાંધીએ ટવિટ કરીને લખ્યુ કે ખેડૂતો બાદ હવે મોદી સરકારનો મજૂરો પર વાર. ગરીબોનુ શોષણ, 'મિત્રો'નું પોષણ.. આ જ છે બસ મોદીજીનુ શાસન. આ સાથે તેમણે એ ન્યૂઝ પેપરનુ કટિંગ શેર કર્યુ છે જેમાં છટણી સંબંધિત વાત કહેવામાં આવી છે. આ ઉપરાંત દેવામાફી મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યુ કે કોંગ્રેસે જે કહ્યુ છે તે કર્યુ છે, ભાજપના બધા વચનો ખોટા છે.

શું છે નિયમ

ઔદ્યોગિક સંબંધ સંહિતા-2020 બિલ (Industrial Relations Code Bill 2020)માં ઉદ્યોગો અને પ્રાઈવેટ કંપનીઓ માટે તમામ જોગવાઈ છે. જે વાત પર સૌથી વધુ હોબાળો થયો છે તે એ છે કે હવે 300થી ઓછા કર્મચારીઓવાળી કંપનીઓ સરકારની મંજૂરી વિના જ્યારે મન પડે ત્યારે છટણી કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો Hire અને Fire માટે કંપનીઓને કોઈની મંજૂરી લેવાની જરૂર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X