For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહમંત્રીએ જે નફરત રોપી તેનુ પરિણામ ભોગવી રહ્યો છે દેશ, આસામ-મિઝોરમ વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આસામ-મિઝોરમ હિંસાને ગૃહમંત્રી અમિત શાહની નિષ્ફળતા ગણાવીને મોટો હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આસામ અને મિઝોરમ વચ્ચે ભડકેલા સીમા વિવાદમાં સોમવારે આસામ પોલિસના 6 જવાનોના મોત થઈ ગયા છે. સાથે જ હિંસામાં ઘણા પોલિસકર્મીઓના ઘાયલ થવાના પણ સમાચાર છે. ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે સાંજે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાત કરી અને જલ્દી આ વિવાદને ઉકેલવા માટે કહ્યુ. વળી, આ મામલે હવે રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આને ગૃહમંત્રી અમિત શાહની નિષ્ફળતા ગણાવીને મોટો હુમલો કર્યો છે.

rahul gandhi

રાહુલ ગાંધીએ આસામ-મિઝોરમ વિવાદ પર સોમવારે ટ્વિટ કરીને લખ્યુ, 'આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના પ્રગટ કરુ છુ. મારી પ્રાર્થના છે કે ઘાયલ લોકો જલ્દી ઠીક થાય. લોકોના જીવનમાં નફરત અને અવિશ્વાસ રોપીને કેન્દ્રીય ગૃહમંત્રી એક વાર ફરીથી દેશને નિષ્ફળ કરી દીધો છે. ભારત હવે આના ભયાનક પરિણામ ભોગવી રહ્યુ છે.'

આસામના સીએમે ટ્વિટ કર્યો હિંસાનો વીડિયો

તમને જણાવી દઈએ કે સોમવારે આસામના કછાર જિલ્લાની સીમા પર અચાનક હિંસા ભડકી ગઈ. આ પહેલા મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાએ પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને એક વીડિયો ટ્વિટ કર્યો જેમાં પોલિસ અને નાગરિતો વચ્ચે ટકરાવ દેખાઈ રહ્યો હતો. મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ મામલે હસ્તક્ષેપની માંગ કરી. ત્યારબાદ આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્માએ પણ મિઝોરમના સીએમના ટ્વિટ પર રિપ્લાય કરી જણાવ્યુ કે કોલાસિબ(મિઝોરન)ના એસપી અમને પોતાની પોસ્ટ પરથી હટવા માટે કહી રહ્યા છે. જો કે સાંજે ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને વિવાદને જલ્દી ઉકેલવા માટે કહ્યુ.

English summary
Rahul Gandhi hits on home minister Amit Shah for Assam Mizoram violence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X