For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમપીમાં પત્રકાર સાથે ગેરવર્તણૂક પર ભડક્યા રાહુલ ગાંધી, કહ્યુ - આ લૉકઅપમાં ચોથા સ્તંભનુ ચીરહરણ

મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં પત્રકાર અને નાટ્ય કલાકારોને પોલિસ સ્ટેશનમાં બંધ કરીને તેમના કપડા ઉતરાવવા મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં પત્રકાર અને નાટ્ય કલાકારોને પોલિસ સ્ટેશનમાં બંધ કરીને તેમના કપડા ઉતરાવવા મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આવી છે. પત્રકાર કનિષ્ક તિવારી સહિત આઠ લોકો સાથે પોલિસ સ્ટેશનમાં ગેરવર્તણૂકને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર અને મધ્ય પ્રદેશની ભાજપ સરકારને નિશાના પર લઈને તેને પ્રેસ અને મીડિયાનુ ચીરહરણ કહ્યુ છે.

rahul gandhi

રાહુલ ગાંધીએ સીધીમાં 'ભાજપ ધારાસભ્ય વિરુદ્ધ સમાચાર લખવા પર પત્રકારોના કપડા ઉતરાવ્યા'ના સમાચારને સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યુ છે - લૉકઅપમાં લોકતંભના ચોથી સ્તંભનુ ચીરહરણ! સરકારના ખોળામાં બેસીને તેમના ગુણગાન ગાવ અથવા જેલના ચક્કર કાપો. 'નવા ભારત'ની સરકાર સત્યથી ડરે છે.

સોશિયલ મીડિયા પર એમપીના સીધી જિલ્લાના પોલિસ સ્ટેશનમાંથી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્થાનિક પત્રકાર કનિષ્ક તિવારી અને અમુક નાટ્ય કલાકારો કપડા વિના અંડરવેરમાં ઉભા છે. કનિષ્કનુ કહેવુ છે કે સ્થાનિક ભાજપ ધારાસભ્યના કહેવા પર પોલિસે તેમની સાથે આ અમાનવીય વ્યવહાર કર્યો છે. તેમની કહેવુ છે કે ભાજપ ધારાસભ્ય વિરુદ્ધ ચાબકા ચલાવવા પર પોલિસે તેમને લૉકઅપમાં બંધ કરી દીધા અને તેમના કપડા વિનાના ફોટા વાયરલ કરી દીધા.

સોશિયલ મીડિયા પર પણ લોકોમાં ગુસ્સો

વિપક્ષી રાજકીય પક્ષો ઉપરાંત સીધી જિલ્લા પોલિસના આ શરમજનક કૃત્યની સોશિયલ મીડિયા પર પણ લોકોએ નિંદા કરી છે. ત્યારબાદ રાજ્ય સરકારોએ અમુક પોલિસકર્મીઓ પર આ બાબતે કાર્યવાહી પણ કરી છે. આ મામલે પોલિસ સ્ટેશન પ્રભારી અને એક એસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

English summary
Rahul Gandhi hits on Madhya Pradesh Sidhi journalist Kanishk Tiwari police station incident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X