Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok Sabha elections 2024: 400 પારની વાતો કરનારા EVMને મેનેજ કર્યા વિના 180ને પાર પણ નથી કરી શકતાઃ રાહુલ ગાંધી

Lok Sabha Elections 2024: કેન્દ્રની ભાજપ સરકાર સામે ફરી એકવાર વિપક્ષી ગઠબંધન દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. લોકસભા ચૂંટણી 2024ને લઈને 'ઈન્ડિયા' ગઠબંધનની 'મહારેલી'નું આયોજન દિલ્હીના રામલીલા મેદાનમાં કરવામાં આવ્યું હતું.

અહીં વિરોધ પક્ષોના તમામ નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. વિશાળ જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી હતી અને વિરોધનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી વિપક્ષની સૌથી મોટી પાર્ટી છે.

Rahul Gandhi

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યુ કે અમારા તમામ બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે તેમણે આ ચૂંટણીમાં મેચ ફિક્સિંગના આરોપો પણ લગાવ્યા હતા. રામલીલા મેદાન ખાતે મેગા રેલીને સંબોધતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "EVM, મેચ ફિક્સિંગ, સોશિયલ મીડિયા અને પ્રેસ પર દબાણ વિના તેઓ (BJP) 180થી વધુ બેઠકો જીતી શકે નહીં."

'મહારેલી'ને સંબોધતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "હાલમાં IPLની મેચો ચાલી રહી છે. તમે બધાએ મેચ ફિક્સિંગ શબ્દ સાંભળ્યો હશે, જેમાં અપ્રમાણિકતાથી એમ્પાયર પર દબાણ કરીને અને ખેલાડીઓને ખરીદીને મેચ જીતવામાં આવે છે. લોકસભાની ચૂંટણી આવવાની છે. મેચ શરૂ થાય તે પહેલા અમારી ટીમના બે ખેલાડીઓની ધરપકડ કરીને અંદર બેસાડી દેવામાં આવ્યા. આ ચૂંટણીમાં પીએમ મોદી મેચ ફિક્સિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે 400ને પાર કરવાનો તેમનો નારો છે, મેચ ફિક્સિંગ વિના 180ને પાર પણ કરી શકે નહીં. કોંગ્રેસ પાર્ટી વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી છે. અમારા તમામ બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. ચૂંટણીની વચ્ચે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીના બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. અમારા તમામ સંસાધનો બંધ થઈ ગયા.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, આ કેવા પ્રકારની ચૂંટણી છે? નેતાઓને જેલમાં ધકેલી દેવાયા છે. આ મેચફિક્સિંગ કરવાનો પ્રયાસ છે. આ મેચ ફિક્સિંગ પીએમ મોદી અને ભારતના 3-4 સૌથી મોટા અબજોપતિઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. તેમનુ (મેચફિક્સિંગ) એક માત્ર ધ્યેય છે.

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, આ મેચ ફિક્સિંગ ભારતના ગરીબ લોકોના હાથમાંથી ભારતનું બંધારણ છીનવી લેવા માટે કરવામાં આવી રહ્યું છે. જે દિવસે આ બંધારણ ખતમ થઈ જશે તે દિવસે ભારત બચશે નહીં. આ બંધારણ ભારતની જનતાનો અવાજ છે. આ તેમનો (ભાજપ) ઉદ્દેશ્ય છે. તેમને લાગે છે કે પોલીસ, સીબીઆઈ, ઈડી, આઈટીને ડરાવી-ધમકાવીને દેશ ચલાવી શકાય છે. તમે ભારતનો અવાજ દબાવી નહિ શકો. આ અવાજને કોઈ દબાવી નહીં શકે, આ લડાઈ બંધારણને બચાવવાની લડાઈ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X