ચીને આપણી જમીન છીનવી લીધી અને પીએમ મોદી આ મુદ્દે જૂઠ્ઠુ બોલ્યાઃ કારગિલમાં રાહુલ ગાંધી
Rahul Gandhi In Kargil Rally: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કારગીલમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે 'ભારત જોડો યાત્રા' લદ્દાખ પહોંચી શકી નથી. તેને તેનો અફસોસ છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવાનો છે. આ દરમિયાન તેમણે ફરી એકવાર ભાજપ અને વર્તમાન કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે લદ્દાખ જેવા વ્યૂહાત્મક સ્થાન માટે ચીન દ્વારા ભારતની જમીન હડપ કરવા અંગે પીએમ મોદીનું નિવેદન સત્યથી દૂર છે. રેલીમાં રાહુલ ગાંધીએ વર્તમાન કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું કે, 'પીએમનું નિવેદન સત્યથી પરે છે. જેમાં તેમણે કહ્યું કે લદ્દાખમાં એક ઇંચ પણ જમીન લેવામાં આવી નથી.' રાહુલ ગાંધીએ કહ્યું, 'લદ્દાખ એક વ્યૂહાત્મક સ્થળ છે. એક વાત એકદમ સ્પષ્ટ છે કે ચીને ભારતની જમીન છીનવી લીધી છે. તે દુઃખની વાત છે કે વિપક્ષની બેઠકમાં પીએમએ કહ્યું કે લદ્દાખની એક ઇંચ પણ જમીન ચીને નથી લીધી. તે જૂઠું છે.'
રાહુલ ગાંધીએ કહ્યું, 'એક મહિના પહેલા આપણે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલ્યા હતા. આપણે આ યાત્રાનું નામ ભારત જોડો યાત્રા રાખ્યું અને આપણો ઉદ્દેશ્ય ભાજપ અને આરએસએસ દ્વારા દેશમાં નફરત અને હિંસા ફેલાવનારા લોકો સામે ઊભા રહેવાનો છે. દેશમાં પ્રેમ અને ભાઈચારો ફેલાવવાનો છે. અમે પ્રયાસ કર્યો. લોકોને યાત્રાનો સંદેશ ખૂબ જ ગમ્યો. યાત્રા દ્વારા અમે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવા નીકળ્યા છીએ અને આ તમારી વિચારસરણી છે.'
તેમણે કહ્યુ કે, 'છેલ્લા દિવસોમાં ઘણુ બધુ મને આંખે જોવા મળ્યું. યાત્રા શ્રીનગરમાં અટકી ન હતી, યાત્રા લદ્દાખ આવવાની હતી પરંતુ શિયાળો હતો અને ત્યાં બરફ હતો અને પ્રશાસને અમને ના પાડી. લદ્દાખ ન જવું જોઈએ તેવું કહેવામાં આવ્યું હતું, તે સ્વીકારવામાં આવ્યું હતું. મારા હૃદયમાં હતું અને હજુ પણ છે કે આપણે તે યાત્રા લદ્દાખમાં પણ ચલાવવી જોઈએ. એક નાનું પહેલું પગલું ભર્યું. અમે પગપાળા નહોતા ગયા પરંતુ બાઇક પર ગયા અને લોકો સાથે વાત કરી.'
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી લદ્દાખની બે દિવસીય મુલાકાતે છે. આ પહેલા ગુરુવારે (25 ઓગસ્ટ) તેમણે એક કાર્યક્રમ દરમિયાન યુવાનો સાથે વાતચીત કરી હતી. જેમાં 350 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસ, એનસીના ઘણા નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ KTM 390 એડવેન્ચર બાઇક પર ઝંસ્કારથી 240 કિલોમીટરની મુસાફરી કરી હતી. તેઓ લગભગ 4 વાગે કારગીલ પહોંચ્યા હતા.












Click it and Unblock the Notifications
