For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીનો પીએમ મોદી પર હુમલો, ‘તમે દબાણ હેઠળ તૂટી રહ્યા છો'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વાર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર મોટો હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વાર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર મોટો હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દબાણ હેઠળ તૂટી રહ્યા છે. વાસ્તવમાં જે રીતે પીએમ મોદીએ રાહુલ ગાંધીના પિતા અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી વિશે મોટુ નિવેદન આપ્યુ હતુ તે બાદથી પીએમ મોદી અને રાહુલ ગાંધી વચ્ચે વાક યુદ્ધ ચાલુ છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ એક રેલી દરમિયાન કહ્યુ હતુ કે રાજીવ ગાંધી ભ્રષ્ટાચારી નંબર એક હતા.

આ પણ વાંચોઃ ભક્તો માટે ખુલ્યા બદરીનાથ ધામના કપાટ, હજારોની સંખ્યામાં પહોંચ્યા શ્રદ્ધાળુ, જુઓ Picsઆ પણ વાંચોઃ ભક્તો માટે ખુલ્યા બદરીનાથ ધામના કપાટ, હજારોની સંખ્યામાં પહોંચ્યા શ્રદ્ધાળુ, જુઓ Pics

રાહુલે ટ્વીટ કરીને કર્યો હુમલો

રાહુલે ટ્વીટ કરીને કર્યો હુમલો

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પીએમ મોદી પર નિશાન સાધતા લખ્યુ છે કે લોકસભા ચૂંટણીના પરિણામો માટે નરેન્દ્ર મોદી ઘણા વધુ ચિંતિત છે. તેમણે લખ્યુ કે પ્રિય મોદીજી તમારા વર્તમાન નિવેદન, ઈન્ટરવ્યુ, વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે તમે ચૂંટણીના પરિણામો માટે ઘણા ગભરાયેલા છો. તેમણે કહ્યુ કે જો કે તમને પરિણામો માટે ડરવાનો પૂરો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી સતત નહેરુ-ગાંધી પરિવાર પર હુમલા કરી રહ્યા છે. તેમણે પ્રિયંકા ગાંધી વિશે પણ મોટુ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે હું પડકાર આપુ છુ કે તે આગલા બે તબક્કાનું મતદાન રાજીવ ગાંધીના નામ પર લડે.

પ્રિયંકા-પીએમ મોદી વચ્ચે વાકયુદ્ધ

પ્રિયંકા-પીએમ મોદી વચ્ચે વાકયુદ્ધ

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે એક દિલ્લીની છોકરી તમને ખુલ્લી રીતે પડકાર આપી રહી છે. તમે આગલા બે તબક્કાની ચૂંટણી નોટબંધી, જીએસટી, મહિલા સુરક્ષા અને પોતાના અધૂરા વચનો પર લડો. જેના પર પલટવાર કરતા પીએમ મોદીએ કહ્યુ કે હું પડકાર આપુ છુ કે આગલા બે તબક્કાની ચૂંટણી તમે રાજીવ ગાંધા નામ પર લડી લો. બુધવારે પીએમ મોદીએ રાજીવ ગાંધી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે આઈએનએસ વિરાટને વ્યક્તગત ટેક્સી રૂપે 10 દિવસની રજાઓ માટે ઉપયોગ કર્યો હતો.

ડરપોક પીએમ

ડરપોક પીએમ

પ્રધાનમંત્રી મોદીના આરોપોને કોંગ્રેસના મોટા નેતાઓએ ધરમૂળથી ફગાવી દીધા છે. પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર તીખો હુમલો કરતા કહ્યુ હતુ કે મે આટલા નબળા અને ડરપોક પ્રધાનમંત્રી ક્યારેય પોતાના જીવનમાં નથી જોયા. એટલુ જ નહિ રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી પર હુમલો કરતા કહ્યુ હતુ કે મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા ઘણા વર્ષોથી પકોડા વેચી રહ્યા છે.

છઠ્ઠા તબક્કાનું મતદાન 12 મેના રોજ

છઠ્ઠા તબક્કાનું મતદાન 12 મેના રોજ

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના કુલ સાત તબક્કામાં પાંચ તબક્કા પૂર્ણ થઈ ચૂક્યુ છે જ્યારે છઠ્ઠા તબક્કાનું મતદાન 12 મેના રોજ થશે. સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન 19 મેના રોજ પૂર્ણ થશે. ચૂંટણીના પરિણામો 23 મેના રોજ જાહેર કરવામાં આવશે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 59 સીટો પર મતદાન થશે. બિહારની 8 સીટ, હરિયાણાની 10 સીટો પર, ઝારખંડની 4 સીટો પર, મધ્ય પ્રદેશની 8 સીટો પર, ઉત્તર પ્રદેશની 14 સીટો પર અને પશ્ચિમ બંગાળની 8 સીટો પર મતદાનન કરાવવામાં આવશે.

English summary
Rahul Gandhi hits on PM Modi says you are cracking under pressure.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X