For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીનો પીએમ પર પ્રહાર, 'અન્નદાતા રસ્તા પર ધરણા આપી રહ્યા છે અને 'જૂઠ' ટીવી પર ભાષણ'

ખેડૂતોના વિરોધ-પ્રદર્શનને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ પોતાનુ સમર્થન આપીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે દિલ્લી-હરિયાણા બૉર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો ધરણા પર બેઠા છે. પંજાબ અને હરિયાણાથી આવેલા ખેડૂતોના વિરોધ-પ્રદર્શનને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ પોતાનુ સમર્થન આપીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ કે દેશના અન્નદાતા પોતાની માંગો માટે રસ્તા પર ધરણા આપી રહ્યા છે અને 'જૂઠ' ટીવી પર ભાષણ આપી રહ્યા છે. આ પહેલા સોમવારે પણ રાહુલ ગાંધીએ ખેડૂતોના હકમાં ટ્વિટરમાં એક કેમ્પેઈન શરૂ કર્યુ હતુ.

અહંકારની ખુરશીથી ઉતરીને વિચારો અને ખેડૂતોના અધિકારી આપો

અહંકારની ખુરશીથી ઉતરીને વિચારો અને ખેડૂતોના અધિકારી આપો

મંગળવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ, 'અન્નદાતા રસ્તા-મેદાનો પર ધરણા આપી રહ્યા છે અને 'જૂઠ' ટીવી પર ભાષણ. ખેડૂતની મહેનતનુ આપણા સૌના પર ઋણ છે. આ ઋણ તેમને ન્યાય અને હક આપીને જ ઉતરશે નહિ કે તેમના ધૂત્કારીને, લાઠીઓ મારીને અને અશ્રુ ગેસના ગોળા છોડીને. જાગો, અહંકારની ખુરશીથી ઉતરીને વિચારો અને ખેડૂતોના અધિકારી આપો.'

'જ્યારે ખેડૂત અવાજ ઉઠાવે ત્યારે તે આખા દેશમાં ગૂંજે છે'

'જ્યારે ખેડૂત અવાજ ઉઠાવે ત્યારે તે આખા દેશમાં ગૂંજે છે'

વળી, સોમવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ખેડૂતોના હકમાં એક કેમ્પેઈન શરૂ કર્યુ. રાહુલે પોતાના ટ્વિટમાં લખ્યુ, 'મોદી સરકારે ખેડૂતો પર અત્યાચાર કર્યા, પહેલા કાળા કાયદા, પછી ચલાવ્યા દંડા પરંતુ તે ભૂલી ગયા કે જ્યારે ખેડૂત અવાજ ઉઠાવે ત્યારે તેનો અવાજ આખા દેશમાં ગૂંજે છે. ખેડૂત ભાઈ-બહેનો સાથે થઈ રહેલ શોષણ સામે તે પણ #SpeakUpForFarmers campaignના માધ્યમથી જોડાઓ.'

ખેડૂત સંગઠનોનો વાતચીતથી ઈનકાર

ખેડૂત સંગઠનોનો વાતચીતથી ઈનકાર

પંજાબ ખેડૂત સંઘર્ષ સમિતિના સંયુક્ત સચિન સુખવિંદર સિંહ સબરાને મંગળવારે મીડિયા સાથે વાત કરીને કહ્યુ, 'દેશભરમાં અત્યારે ખેડૂતોના 500થી વધુ સંગઠનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ સરકારે માત્ર 32 સંગઠનોને જ વાતચીત માટે આમંત્રિત કર્યા છે. બાકી સંગઠનોને સરકારે વાતચીત માટે નથી બોલાવ્યા. અમે ત્યાં સુધી સરકાર પાસે વાતચીત માટે નહિ જઈએ જ્યાં સુધી બધા સંગઠનોને બોલાવવા નહિ આવે.'

BJP નેતા જયંતિ ભાનુશાળી હત્યાકાંડમાં છબીલ પટેલને મળ્યા જામીનBJP નેતા જયંતિ ભાનુશાળી હત્યાકાંડમાં છબીલ પટેલને મળ્યા જામીન

English summary
Rahul Gandhi hits on PM Narendra Modi over Farmers Protest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X