મોદીજી તમે દલિત-આદિવાસી-ઓબીસીને તેમનો હક ના અપાવી શકતા હોય તો હટી જાવ, અમે કરીને બતાવીએઃ રાહુલ ગાંધી
Karnataka Assembly Election 2023: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કર્ણાટકના હમનાબાદ બિદરમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે પીએમ મોદી પર જોરદાર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યું કે પીએમ મોદી ઓબીસી પાસેથી વોટ લે છે, પરંતુ તેમને તાકાત આપતા નથી.
તેમણે કહ્યુ કે મોદીજી, જો તમે દલિતો, આદિવાસીઓ અને ઓબીસીને તેમના અધિકારો ન આપી શકતા હોય, તો હટી જાવ. અમે તેમને તેમનો અધિકાર આપીને બતાવીએ છીએ.

રાહુલ ગાંધીએ જેટલી વસ્તી એટલો હક હેશટેગ સાથે ટ્વિટ કરીને કહ્યુ કે અમે ઓબીસીને તેમનો અધિકાર અપાવીશુ. તેમણે કહ્યુ કે કોંગ્રેસે વચન આપ્યુ છે કે તમામ વસ્તીને તેમના અધિકારો મળશે. તેમણે કહ્યુ કે 9 વર્ષ થઈ ગયા, મોદીજીએ ઓબીસી પાસેથી વોટ લીધા પરંતુ તેમણે ઓબીસી માટે શું કર્યુ.
તેમણે કહ્યુ કે મોદીજી ઓબીસી પાસેથી વોટ લે છે પરંતુ તેમને ક્યારેય તાકાત આપતા નથી. ઓબીસીની વાત કરવી હોય તો કામની વાત કરો. ખોખલા શબ્દો ન આપો. તેમણે કહ્યુ કે દેશમાં 50 ટકાથી વધુ અનામત ન મળી શકે તેવી અનામતનો ગેપ હટાવી દો. તમામ દલિતો અને આદિવાસીઓને અનામત આપો.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં જો કોઈએ પહેલીવાર લોકશાહીની વાત કરી અને અમને લોકશાહીનો માર્ગ બતાવ્યો તો તે બસવન્નાજી હતા. રાહુલ ગાંધીએ કહ્યુ કે કર્ણાટકનુ બિદર 12મી સદીના સમાજ સુધારક બસવન્નાની 'કર્મભૂમિ' છે.
જનસભાને સંબોધતા તેમણે આરોપ લગાવ્યો કે આજે આરએસએસ અને બીજેપીના લોકો લોકશાહી પર હુમલો કરી રહ્યા છે તે દુઃખદ છે. ભાજપ અને આરએસએસ સમાન ભાગીદારી, સમાન તકના બસવન્નાના આદર્શો પર હુમલો કરી રહ્યા છે અને બધાએ સાથે મળીને આગળ વધવુ જોઈએ. તેઓ ભારતમાં નફરત અને હિંસા ફેલાવી રહ્યા છે.
તેમણે કહ્યુ કે તેઓ ભારતમાં નફરત અને હિંસા ફેલાવી રહ્યા છે અને તેઓ ગરીબ અને નબળા વર્ગના લોકો પાસેથી પૈસા લઈને બે કે ત્રણ અમીર લોકોને આપી રહ્યા છે. AICCના મહાસચિવ કેસી વેણુગોપાલ અને રણદીપ સિંહ સુરજેવાલા (કર્ણાટકના પ્રભારી), કેપીસીસીના કાર્યકારી પ્રમુખ અને ભાલકી વિધાનસભા બેઠકના ઉમેદવાર ઈશ્વર ખંડ્રે હાજર હતા.












Click it and Unblock the Notifications
