રાજીનામા પર અડ્યા રાહુલ ગાંધી, નથી કરતા કોઈની સાથે મુલાકાત કે ફોન પર વાત

લોકસભા ચૂંટણીમાં શરમજનક હાર બાદ જે રીતે કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટા નેતા પર પોતાના પુત્રોને આગળ વધારવાનો આરોપ લગાવ્યો હતો તે બાદ તેમણે પોતાના રાજીનામાની રજૂઆત કરી.

લોકસભા ચૂંટણીમાં શરમજનક હાર બાદ જે રીતે કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટા નેતા પર પોતાના પુત્રોને આગળ વધારવાનો આરોપ લગાવ્યો હતો તે બાદ તેમણે પોતાના રાજીનામાની રજૂઆત કરી હતી. પરંતુ રાહુલ ગાંધીના રાજીનામાને કોંગ્રેસ વર્કિંગ કમિટીએ એક સૂરમાં ફગાવી દીધુ હતુ. રાહુલ ગાંધીએ પાર્ટીના મોટા નેતાઓ પર પોતાના પુત્રોને આગળ વધારવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીના આ આરોપો બાદ કોંગ્રેસે સંપૂર્ણપણે મૌન સાધી લીધુ છે. પાર્ટી તરફથી રાહુલ ગાંધીના આ નિવેદન પર કોઈ પણ અધિકૃત પક્ષ સામે આવ્યો નથી. જો કે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યુ હતુ કે રાહુલ ગાંધીએ એવુ કંઈ પણ નથી કહ્યુ અને જલ્દી કોંગ્રેસ તરફથી આના પર સ્પષ્ટતા આપવામાં આવશે.

rahul gandhi

પાર્ટીના સૂત્રોનું કહેવુ છે કે જે રીતે પાર્ટીના મોટા નેતાઓએ પોતાના પુત્રોને આગળ વધાર્યા તેનાથી રાહુલ ગાંધી ઘણા નારાજ છે અને તે પોતાના રાજીનામા માટે દ્રઢ છે. ત્યાં સુધી કે રવિવારે તેમણે પાર્ટીના નેતાઓ સાથે પણ મુલાકાત નહોતી કરી અને ફોન પર પણ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી નહિ. માનવામાં આવી રહ્યુ છે કે રાહુલ ગાંધી પોતાના રાજીનામા માટે સંપર્ણપણે દ્રઢ છે અને તે પાર્ટીના મોટા નેતાઓ સાથે ફોન પર પણ વાત કરતા નથી.

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ ખુલીને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કહ્યુ કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, પૂર્વ કેન્દ્રયી મંત્રી પી ચિદમ્બરમે પોતાના પુત્રોને ટિકિટ અપાવવા માટે જોર લગાવ્યુ. એ રાજ્યોમાં પણ પાર્ટીનું પ્રદર્શન ખરાબ રહ્યુ જ્યાં કોંગ્રેસની સરકાર છે. રાહુલે કહ્યુ કે હું આ નેતાઓના પુત્રોને ટિકિટ આપવાના પક્ષમાં નહોતો. આ લોકોએ પાર્ટીથી આગળ પોતાના પુત્રોને રાખ્યા. તેમણે કહ્યુ કે ચૂંટણી પ્રચાર દરમિયાન જે મુદ્દાઓને આગળ વધારીને ભાજપ અને પીએમ મોદી સામે પ્રચાર કરવાનો હતો તે વિશે નેતાઓમાં સામાન્ય મંતવ્ય બની શક્યુ નહિ.

ચૂંટણીમાં હાર બાદ તમામ કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયા પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાનું સમર્થન આપ્યુ છે. લોકોએ આ હેશટેગથી StandWithRahulGandhi જોરદાર ટ્વીટ કર્યુ અને રાહુલ ગાંધીને પોતાનું સમર્થન આપ્યુ. લોકોએ ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીના અથાગ પ્રયત્નોની પ્રશંસા કરી સાથે તેમનું એ પણ કહેવુ છે કે ચૂંટણીમાં રાહુલ ગાંધીના અથાગ પ્રયત્નોની પ્રશંસા કરી. ઑલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસના ટ્વીટર હેન્ડલથી લખ્યુ છે કે તમે કોઈ પણ જંગ જીતવા માટે તેને એકથી વધુ વાર લડી શકીએ છીએ. તે પાર્ટીના સૂત્રોનું કહેવુ છે કે રાહુલ ગાંધી પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓથી ઘણા નારાજ હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X