For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં રાહુલે નેતાઓ અને મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 ડિસેમ્બર: તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી પોતાની પાર્ટીની ભૂંડી હાર બાદ પ્રથમ વખત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ટોચના નેતાઓ અને કોંગ્રેસ શાસિત 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે રણનીતિક બેઠક કરી જેમાં પાર્ટીએ સંપૂર્ણ જુસ્સા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાને લઇને જોર આપવામાં આવ્યું હતું.

આજે સવારે શરૂ થયેલી આ એક દિવસીય બેઠકમાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓની સો ટકા હાજરી રહી હતી જેમાં એ કે એંટની, સુશીલ કુમાર શિંદે, પી ચિંદમ્બરમ, અહેમદ પટેલ, જયરામ રમેશ, દિગ્વિજય સિંહ, જનાર્દન દ્રિવેદી, કપિલ સિબ્બલ અને કે બી થોમસે ભાગ લીધો હતો.

દિલ્હી અને રાજસ્થાનમાં સત્તા ગુમાવ્યા બાદ કોંગ્રેસ હાલમાં ફક્ત 12 રાજ્યોમાં બચી છે. જેમાં મણિપુર, મિઝોરમ, અસમ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ. હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, અરૂણાચલ પ્રદેશ, કેરલ અને મેધાલયનો સમાવેશ થાય છે.

તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી મળેલી હારને ધ્યાનમાં રાખતાં પાર્ટી તે રાજ્યોમાં પોતાની પકડ બનાવવા માટે રણનિતી બનાવવા માટે ઇચ્છુક છે જ્યાં તે હાલમાં સત્તામાં છે. ચૂંટણીની રણનિતી તૈયાર કરવા માટે મુખ્યમંત્રીઓની આ બેઠક કોંગ્રેસના વોર રૂમના નામે પરિચિત 15 ગુરૂદ્વારા રકાબગંજમાં શરૂ થયેલી. બેઠકમાં લોકપાલ અને લોકાયુક્ત બિલને પારિત કર્યા બાદ પાર્ટીની આગળની રણનિતી પર ચર્ચા કરવામાં આવશે. મોંઘવારીના મુદ્દે અને તેના પર કાબૂ મેળવવા માટેના ઉપાયો અને સાથે જ ખાદ્ય સુરક્ષાના મુદ્દે વિસ્તાર પૂર્વક ચર્ચા થશે.

rahul-gandhi-sad

દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોંઘવારીનો એક મુદ્દો જણાવતાં કહ્યું હતું કે બની શકે કે પાર્ટીની હાર પાછળ આ પણ એક કારણ હોય શકે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ભ્રષ્ટાચારના મુદ્દે પાર્ટીને મંચ પર અને સાથે જ સાર્વજનિક મંચ પર ઉપાડે છે. 21 ડિસેમ્બરના રોજ ફિક્કીના એક સંમેલનમાં તેમને કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સૌથી મોટો મુદ્દો છે અને આ લોકોનું ખૂન ચૂસે છે.

મુખ્યમંત્રીઓની આ બેઠક કોંગ્રેસ મહાસમિતિની 17 જાન્યુઆરીના રોજ થનારી બેઠક પહેલાં થઇ રહી છે. મહાસમિતિની આ બેઠકમાં પાર્ટીની ભવિષ્યની રણનિતી પર ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રીઓ અને કેન્દ્રિય નેતાઓ ઉપરાંત આજની બેઠકમાં એઆઇસીસીના રાજ્યોના પ્રભારી મહાસચિવ પણ ભાગ લઇ રહ્યાં છે.

English summary
Congress vice president Rahul Gandhi on Friday met with Chief Ministers of 12 states where his party is in power to chalk out the strategy for 2014 Lok Sabha polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X