રાહુલ ગાંધીએ ઉમેદવારીપત્ર ભરતા પહેલા સુલ્તાનપુરમાં રેલી યોજી

Google Oneindia Gujarati News

સુલ્તાનપુર/અમેઠી, 12 એપ્રિલ : આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પરથી નામાંકન ભરતા પહેલા પિતરાઇ વરુણ ગાંધીની બેઠક સુલ્તાનપુરમાં રેલી યોજી હતી. આ રેલીમાં તેમની સાથે તેમના માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી પણ હતા. ઉલ્લેખનીય છે કે અમેઠીમાં 7 મેના રોજ મતદાન યોજાવાનું છે.

rahul-gandhi-in-amethi

વિમાન મારફતે પહોચેલા રાહુલ અને તેમના માતા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અમહટ વિમાન પટ્ટી પર ઉતરણ કર્યા બાદ ઉમેદવારીપત્ર ભરતા પહેલા રોડ શો માટે નીકળ્યા હતા. જ્યારે પ્રિયંકા ગાંધી વાઢેર અને તેમના પતિ રોબર્ટ વાઢેર ફુરસતગાંજ હવાઇમથક પર ઉતરીને કાર દ્વારા અમહટ પહોંચીને રોડ શોમાં સામેલ થયા હતા. નહેરૂ - ગાંધી પરિવારના સભ્યો સફેદ કારમાં સવાર થઇને રોડ શો પર નીકળ્યા હતા. આ દરમિયાન સમર્થકોએ ફુલોની પાંદડીઓ વરસાવી અને સૂત્રો પોકારીને તેમનું સ્વાગત કર્યું.

અમેઠીમાં 7 મેના રોજ મતદાન યોજાવાનું છે. આ બેઠક પરથી ભાજપના સ્મૃતિ ઇરાની અને આમ આદમી પાર્ટીના કુમાર વિશ્વાસ રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ભાવનાત્મક સંબંધોની મદદથી ત્રીજીવાર પોતાના તમામ રેકોર્ડ તોડવા માટે તૈયાર છે.

આમ તો અમેઠીની જનતા નહેરૂ ગાંધી પરિવારને માથે બેસાડે છે. જો કે વર્ષ 1977માં નારાજ જનતાએ નહેરૂ ગાંધી પરિવારને તેમનો પરચો બતાવી દીધો હતો.

English summary
Rahul Gandhi today held a road show in Sultanpur, ahead of filing his nomination from Amethi constituency which will go to the polls on May 7.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X