રાહુલ ગાંધી આજે પંજાબમાં, મનસા પહોંચીને સિદ્ધુ મૂસેવાલાના પરિવારજનો સાથે કરશે મુલાકાત
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના પરિવારને મળશે.
માનસાઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના પરિવારને મળશે. કોંગ્રેસ નેતાઓએ જણાવ્યુ કે, રાહુલ પંજાબના માનસા જિલ્લાના મૂસા ગામ જઈ રહ્યા છે. આ પહેલા રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે મૂસાવાલાના ઘરે જઈને દિવંગત પંજાબી સિંગર સિદ્ધુના પિતા સાથે મુલાકાત કરી. તેમણે હત્યા પર દુઃખ વ્યક્ત કર્યુ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી.

સચિન પાયલોટે કહ્યુ, 'અમારા નેતાની હત્યા કેવી રીતે થઈ તે જાણીને દુઃખ થાય છે. રાજ્યમાં વારંવાર ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યુ છે. આવી ઘટનાનો હેતુ લોકોમાં ભય પેદા કરવાનો છે. ડ્રગ માફિયાઓ, આતંકવાદીઓ અને ગેંગસ્ટરો પંજાબમાં પગ જમાવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્યએ સિદ્ધુ મૂસેવાલા હત્યાની તપાસ કરવી જોઈએ અને ગુનેગારો સામે પગલાં લેવા જોઈએ.' આ દરમિયાન બીજેપી નેતાઓ હંસરાજ હંસ અને મનજિંદર સિંહ સિરસા પણ ગાયકના નિધન પર શોક વ્યક્ત કરવા મૂસેવાલાનાં પરિવારને મળ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે સરકારે આની તપાસ કરવી જોઈએ અને કડક કાર્યવાહી કરવી જોઈએ.












Click it and Unblock the Notifications
