CAA: BJP સાંસદનુ વિવાદિત નિવેદન ‘દુનિયાના સૌથી મોટા મૂર્ખ છે રાહુલ ગાંધી'
હરિયાણાના કુરુક્ષેત્રથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાંસદ નાયબ સિંહ સૈનીએ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પર આકરો હુમલો કરીને તેમને દુનિયાના સૌથી મોટા મૂર્ખ કહ્યા છે.
હરિયાણાના કુરુક્ષેત્રથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાંસદ નાયબ સિંહ સૈનીએ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પર આકરો હુમલો કરીને તેમને દુનિયાના સૌથી મોટા મૂર્ખ કહ્યા છે. સૈનીએ કહ્યુ કે રાહુલ ગાંધી સંશોધિત નાગરિકતા કાયદા(સીએએ)નો વિરોધ કરી રહ્યા છે, ચારે તરફ ફાલતુ નિવેદનબાજી કરી રહ્યા છે પરંતુ હકીકત એ છે કે તેમને ખબર નથી કે આ બિલ ખરેખર શું છે, તેમને એ ખબર નથી કે સંશોધિત નાગરિકતા કાયદો (સીએએ) કોઈની નાગરિકતા નહિ છીનવે.

‘રાહુલ ગાંધી છે દુનિયાના સૌથી મોટા મૂર્ખ'
પોતાની વાતને આગળ વધારતા તેમણે કહ્યુ કે મને લાગે છે કે મૂર્ખોમાં સૌથી મોટો જો કોઈ મૂર્ખ હોય તો તે રાહુલ ગાંધી છે કારણકે રાહુલ ગાંધીને એ જ ખબર નથી કે સીએએ શું છે.

રાહુલ ગાંધી જાણતા જ નથી સીએએ કોના માટે છે
સૈનીએ કહ્યુ કે રાહુલ ગાંધી જાણતા જ નથી કે સીએએ કોના માટે છે, તે એ નથી સમજતા કે તે કોઈ વસ્તુનો વિરોધ કરી રહ્યા છે, કોંગ્રેસ પાસે ભાજપને ઘેરવાનો કોઈ મુદ્દો જ નથી એટલા માટે તે ફાલતુમાં સીએએ વિશે લોકોને ભરમાવી રહ્યા છે અને જબરદસ્તી વિરોધ કરવામાં લાગ્યા છે.

મંત્રી ગિરિરાજ સિંહે પણ કહી હતી તીખી વાત
આ પહેલા મોદી સરકારે મંત્રી ગિરિરાજ સિંહે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અને એનઆરસીના વિરોધ માટે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરો હુમલો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષ એ જ સ્થિતિ પેદા કરી રહ્યા છે જેવી 1947માં ભાગલા પહેલા પેદા કરી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યુ કે, ‘વિપક્ષ, જેમાં રાહુલ ગાંધી પણ શામેલ છે અને ટુકડે-ટુકડે ગેંગ 1947 પહેલાવાળી સ્થિતિ પેદા કરવા ઈચ્છે છે. હવે તે એનપીઆર અને એનઆરસી માટે હોબાળો કરી રહ્યા છે. વિપક્ષ દેશનો માહોલ બગાડવા ઈચ્છે છે. તે દેશના ભાગલા પાડવા ઈચ્છે છે જે દેશના લોકો ક્યારેય નહિ થવા દે.'












Click it and Unblock the Notifications
