For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવરાજ સિંહ ચૌહાણે રાહુલ ગાંધીને ગણાવ્યા રણછોડ દાસ ગાંધી, બોલ્યા-આ કારણે કોંગ્રેસ સંકટમાં

શિવરાજ સિંહ ચૌહાણે રાહુલ ગાંધીને ગણાવ્યા રણછોડ દાસ ગાંધી, બોલ્યા-આ કારણે કોંગ્રેસ સંકટમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવારે રાયપુરમાં ભાજપના સદસ્યતા અભિયાનની સમીક્ષા કરી. અહીં તેમણે કુશાભાઉ ઠાકરે પરિસરમાં સભ્યતા અભિયાન પ્રભારીઓ સાથે બેઠક કરી. જે બાદ સિંધિ સમાજના ધાર્મિક સ્થળ શદાણી દરબારમાં વૃક્ષારોપણની સાથે સમાજના લોકો સાથે મુલાકાત કરી. અહીં ચૌહાણે વિપક્ષ પર ભારે નિશાન પણ સાધ્યું. આ દરમિયાન તેમણે લોકસભા ચૂંટણીમાં કરારી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપવા પર પણ પ્રહાર કર્યો.

રાહુલ ગાંધીને રણછોડ દાસ ગાંધી ગણાવ્યા

રાહુલ ગાંધીને રણછોડ દાસ ગાંધી ગણાવ્યા

અહીં શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રણછોડ દાસ ગાંધીની સંજ્ઞા આપી. તેમણે રાહુલ ગાંધીના રાજીનામાને લઈ કહ્યું કે રાહુલ ગાંધી હવે રણછોડ દાસ ગા્ધી બની ગયા છે અને આ કારણે જ કોંગ્રેસ સંકટમાં છે. પાર્ટી છોડી જવાથી અરાજકતાની સ્થિતિ નિર્મિત થઈ ગઈ છે. જેનું પરિણામ કર્ણાટકમાં જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં તમામ લોકો એક તરફ મેદાન છોડીને ભાગી રહ્યા છે જ્યારે ભાજપ જીત બાદ પણ કામકાજમાં લાગી છે. શિવરાજ સિંહ ચૌહાણે સંતોષ જતાવ્યો કે અહીં સભ્યતા અભિયાનનું કામ સારું ચાલી રહ્યું છે. તેમણે જાણકારી આપી કે આગામી 10 ઓગસ્ટે 4 હજારથી વધુ સભ્યતા વિતરક છત્તિસગઢ માટે નિકળશે.

મોદીજીના નેતૃત્વમાં નવા ભારતનો ઉદય

મોદીજીના નેતૃત્વમાં નવા ભારતનો ઉદય

કુલભૂષણ જાદવના મામલાનો ઉલ્લેખ કરતા શિરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાદવની ફાંસી પર રોક લગાી દીધી. મોદીજીના નેતૃત્વમાં એક નવા ભારતનો ઉદય થયો છે. જેને લઈ પાકિસ્તાન અલગ પડી ગયું છે. આપણે આંતરરાષ્ટ્રી અદાલમાં જીતી ગયા છીએ. આ મામલે ચીન પણ અમારી સાથે જ ઉભા છે. આ માનાધિકારોની જીત છે, આ નવા ભારતની જીત છે.

કોંગ્રેસ સરકારની પોલ ખુલવા લાગી

કોંગ્રેસ સરકારની પોલ ખુલવા લાગી

આ ઉપરાંત છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર પર હુમલો કરતા શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે માત્ર 6 મહિનામાં જ છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસની પોલ ખુલવા લાગી છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે દારૂબંધ, કર્જમાફી અને બેરોજગારી ભથ્થા જેવા વાયદા કર્યા હતા. પરંતુ કોઈ વાયદા પર અમલ ન કરવામાં આવ્યો. જેનાથી કોંગ્રેસની નીયત સંપૂર્ણ પણે સાફ થઈ જાય છે.

કર્ણાટકઃ ગવર્નરે CMને આજે બપોર સુધી ફ્લોર ટેસ્ટ માટે કહ્યુ, ધરણા પર ભાજપ MLA કર્ણાટકઃ ગવર્નરે CMને આજે બપોર સુધી ફ્લોર ટેસ્ટ માટે કહ્યુ, ધરણા પર ભાજપ MLA

English summary
rahul gandhi is a ranchhod das gandhi says shvi raj singh chauhan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X