સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીને ગણાવ્યા રામ, કહ્યુ - ખડાઉ યુપી પહોંચી ગઈ, ભાજપ ભડક્યુ
સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીને ભગવાન રામ ગણાવ્યા તો ભાજપ ભડક્યુ. અહીં જાણો શું કહ્યુ.
Bharat Jodo Yatra: કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની તુલના ભગવાન રામ સાથે કરી અને કોંગ્રેસ કાર્યકર્તાઓને ભરત ગણાવ્યા છે. મીડિયા સાથે વાત કરતા સલમાન ખુર્શીદે કહ્યુ કે રાહુલ ગાંધી સુપર હ્યુમન છે, એક તરફ આપણો બધા અહીં ઠંડીમાં ઠરી રહ્યા છે, જેકેટ પહેરી રહ્યા છે, તેઓ માત્ર ટી શર્ટ પહેરીને ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. એ ત્યાગી છે, જે પૂરી લગનથી તપસ્યા કરી રહ્યા છે.

ખડાઉ યુપી પહોંચી છે તો રામજી પણ આવશે
સલમાન ખુર્શીદે આગળ કહ્યુ કે ભગવાન રામની ખડાઉ બહુ દૂર જાય છે. ઘણી વાર જ્યારે ભગવાન રામ ક્યાંક પહોંચી નથી શકતા ત્યારે ભરત ખડાઉ લઈને ઠેર-ઠેર જાય છે. એ જ રીતે અમે ઉત્તર પ્રદેશમાં ખડાઉ લઈને લાવ્યા છીએ. હવે જ્યારે ખડાઉ ઉત્તર પ્રદેશ આવી ગઈ છે તો રામજી પણ આવશે. નોંધનીય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દિલ્લીમાં છે. પાર્ટીએ લાલ કિલ્લાની સામે વિશાળ રેલીનુ આયોજન કર્યુ હતુ.
માત્ર કોંગ્રેસ માટે પ્રોટોકૉલ ના હોઈ શકે
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જે રીતે રાહુલ ગાંધીને કોરોના પ્રોટોકોલને લઈને પત્ર લખ્યો છે તેના પર ખુર્શીદે કહ્યુ કે કોંગ્રેસ માટે કોઈ અલગ કોરોના ગાઈડલાઈન હોઈ શકે નહીં. જ્યારે દરેક માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે ત્યારે કોંગ્રેસ પણ તેનુ પાલન કરશે. ખુર્શીદે કહ્યુ કે જો દેશમાં કોઈ વૈજ્ઞાનિક પ્રોટોકોલ લાગુ થશે તો તે અમારા પર પણ લાગુ થશે. પરંતુ એવુ ન થઈ શકે કે કોરોના કહે કે તે માત્ર કોંગ્રેસમાં જશે અને ભાજપમાં નહીં જાય. જો કોઈ પ્રોટોકોલનુ પાલન કરી રહ્યુ હશે તો અમે પણ કરીશુ. પરંતુ હાલમાં આવો કોઈ પ્રોટોકોલ નથી.
ભાજપે સાધ્યુ નિશાન
સલમાન ખુર્શીદના નિવેદન પર આકરા પ્રહાર કરતા ભાજપ નેતા શહજાદ પૂનાવાલાએ કહ્યુ કે સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી છે અને પોતાનો ભરત ગણાવ્યા છે. તે ચોંકાવનારી વાત છે, શું તે અન્ય ધર્મના ભગવાનને બીજા કોઈ ધર્મ સાથે સરખાવશે. પહેલા આ લોકોએ ભગવાન રામના અસ્તિત્વનો અસ્વીકાર કર્યો હતો, રામ મંદિરનુ નિર્માણ અટકાવ્યુ હતુ, હવે તેઓ હિન્દુ આસ્થાનુ અપમાન કરી રહ્યા છે. શું જનોઈધારી રાહુલ ગાંધી આ વાત સાથે સહમત છે?
'દેશમાં મે ક્યાંય પણ નફરત કે હિંસા નથી જોઈ પરંતુ જ્યારે...'
રાહુલ ગાંધીએ દિલ્લીમાં લાલ કિલ્લા પર આયોજિત રેલીમાં કહ્યુ હતુ કે ભારત જોડો યાત્રામાં કૂતરા પણ આવે છે પરંતુ તેમને કોઈ નુકસાન નથી પહોંચાડતુ. ગાય, ભેંસ, ભૂંડ અને બીજા બધા પ્રાણીઓ આવે છે. તમામ પ્રકારના લોકો આવે છે. આ યાત્રા ભારતની યાત્રા છે, મે આ 2800 કિલોમીટરની યાત્રા દરમિયાન દેશમાં ક્યાંય પણ કોઈ નફરત અને હિંસા જોઈ નથી. પરંતુ જ્યારે હું ટીવી ચાલુ કરુ છુ ત્યારે મને હંમેશા નફરત દેખાય છે. ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર વાસ્તવિક મુદ્દાઓ પરથી લોકોનુ ધ્યાન હટાવવા હિંદુ-મુસ્લિમ પ્રચાર ચલાવે છે.












Click it and Unblock the Notifications
