મોદી પહેલા ક્રોંગ્રેસ યુવરાજ રાહુલ, પહોંચી ગયા અમેરિકા!
એક બાજુ જ્યાં ચારે બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએસે પ્રવાસની ચર્ચા મીડિયામાં થઇ રહી છે ત્યાં જ મોદી અમેરિકા પહોંચે તે પહેલા ક્રોંગ્રેસના ઉપાઅધ્યક્ષ રાહુલ બાબા પ્લેન પકડીને અમેરિકા પહોંચી ગયા છે. જે જોતા લાગે છે કે ભારત પછી આ બન્ને નેતાઓ અમેરિકામાં પણ ભાષણબાજી જરૂરથી કરશે.
જો કે પહેલા તો મીડીયામાં તેવી ચર્ચા હતી કે રાહુલ ગાંધી ફરી એક વાર રજાઓ ગાયવા વિદેશ જતા રહ્યા છે. નોંધનીય છે કે તે આ પહેલા પણ રાહુલ ગાંધી 56 દિવસની રજા લઇને સિંગાપુર વેકેશન મનાવવા જતા રહ્યા હતા. ત્યારે એક બાજુ જ્યાં તેમના બીજા મીનીવેકેશન અફવા ઉડી ત્યાં જ પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલા રાહુલને બચાવવા આવી પહોંચ્યા.

રણદિપ જણાવ્યું કે રાહુલ ગાંધી અમેરિકાના એસ્પેનમાં એક ગ્લોબલ કોન્ફર્ન્સને સંબોધવા ગયા છે. વળી આ કોન્ફર્ન્સમાં અલગ અલગ દેશના અલગ અલગ ક્ષેત્રના નેતાઓ પણ ભાગ લેવાના છે. ત્યારે અમેરિકામાં ભારતના આ બન્ને નેતાઓને મીડિયા ફૂટેઝ મળશે તેવી આશા સેવાઇ રહી છે.












Click it and Unblock the Notifications
