For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી ખોવાઇ ગયા છે, શોધનાર મળશે ઇનામ

|
Google Oneindia Gujarati News

ક્રોંગ્રેસ રાષ્ટ્રિય ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી ખોવાઇ ગયા છે, તેવી જાહેરાત બુલંદશહેર જિલ્લામાં પોસ્ટરો મૂકી આપવામાં આવી છે. જિલ્લાના તમામ રેલ, બસ સ્ટેશનો અને સિનેમા ગૃહો પર આ પોસ્ટરો મૂકવામાં આવ્યા છે.

પોસ્ટર પર લખવામાં આવ્યું છે 'ખોવાયેલા રાહુલની શોધ'. એટલું જ નહીં માહિતી આપનારને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે. નોંધનીય છે કે કેટલાક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ગૂમ થઇ જવા પર પોલિસમાં એફઆઇઆર નોંધવાની પણ માંગ કરી હતી.

rahul gandhi

જો કે રાહુલના પોસ્ટર જોઇને ક્રોંગ્રેસીઓનો ગુસ્સો સાતમાં આસમાને છે. અને ક્રોંગ્રેસે આ સમગ્ર ધટનાને ભાજપની ધટિયા ચાલ કહી છે. જો કે ભાજપે પોતાના બચાવમાં કહ્યું કે પોસ્ટરમાં કોઇ પાર્ટી કે સંસ્થાનું નામ નથી. વધુમાં ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે આ પોસ્ટર ક્રોંગ્રેસીઓએ જ લગાવ્યા છે.

બુલંદશહેરના જિલ્લા ક્રોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ગાંધી કહ્યુંકે ભાજપ રાહુલની ચિંતા છોડી દેશની ચિંતા કરે તો સારું. તો બીજી તરફ એસપી રાજેશ કુમારે આંખ આડા કાન કરતા કહ્યું કે તેમને આવી કોઇ જ ધટનાની જાણકારી નથી તેવું કંઇ હશે તો તે કાર્યવાહી જરૂર કરશે.

નોંધનીય છે કે આ પહેલા ઇલ્હાબાદમાં પણ આવા પોસ્ટર લગાવામાં આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે 'રાહુલ ગાંધી ખોવાઇ ગયા છે જાણકારી આપનારને માલા-માલ કરી દેવામાં આવશે.'

English summary
Rahul Gandhi is missing from action but his posters are certainly making waves in Uttar Pradesh's Bulandshahar district. According to reports, the poster reveals that whosoever finds Rahul Gandhi will be given a decent award.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X