મુંબઇમાં પાર્ટી નેતાઓને મળ્યા રાહુલ ગાંધી

મધ્ય મુંબઇમાં તિલક ભવન સ્થિત પાર્ટીના પ્રદેશ મુખ્યાલયમાં તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માણિકરાવ ઠાકરે અને પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મોહન પ્રકાશ પણ હતા. બધા જ સાંસદ, વિધાયક અને કોર્પોરેટર, પદાધિકારી તથા મુંબઇના જિલ્લા એકમોના પ્રમુખે આ બેઠકમાં ભાગ લીધો હતો.
કૃપાશંકરસિંહના રાજીનામા બાદથી મુંબઇ કોંગ્રેસ યુનિટ કોઇ નેતાના સુકાન વગર ચાલતું હતું, જેની પર ભ્રષ્ટાચારના આરોપ છે. ગયા વર્ષે સ્થાનીય ચૂંટણીમાં પાર્ટીની હાર થવાના કારણે તેમણે રાજીનામુ આપી દીધું હતું.
પાર્ટીને તે સમયથી સિંહના સ્થાન પર અન્ય કોઇ વ્યક્તિ આ હોદ્દા માટે નથી મળ્યો. પાર્ટી સૂત્રોએ આ પદ પર હજી સુધી કોઇની નિયુક્તિ નહી થવાના કારણમાં આંતરિક કલેહને જવાબદાર ગણાવ્યું છે. જોકે રાહુલ ગાંધીએ આ બેઠકમાં મુંબઇમાં પાર્ટી અધ્યક્ષ માટે ચર્ચા કરી હતી.












Click it and Unblock the Notifications
