રાહુલ ગાંધી આજે છે તાજપોશી, મુખ્યાલયની બહાર ભારે ભીડ

Posted By:
Subscribe to Oneindia News

રાહુલ ગાંધી આજે અધિકૃત રીતે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનશે. અને આજે તેમની તાજપોશી થશે. આ માટે દિલ્હી ખાતે તેમના મુખ્યાલયની બહાર મોટી સંખ્યામાં લોકો ઊમટી રહ્યા છે. અને દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયની બહાર ઉત્સવ જેવો માહોલ છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકો કોંગ્રેસ મુખ્યાલયની બહાર ફટાકડા ફોડી રહ્યા છે. મીઠાઇઓ વેચાઇ રહી છે. નોંધનીય છે કે રાહુલ ગાંધી આ અધ્યક્ષની હરિફાઇમાં બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. અને સોનાયા ગાંધી પછી હવે તે કોંગ્રેસ પાર્ટીની જવાબદારીઓ સંભાળશે.

વધુમાં રાહુલ ગાંધી 2013માં કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ બન્યા હતા. રાહુલ ગાંધીના અધ્યક્ષ બનવા પર તેમની માતા સોનિયા ગાંધી પણ નિવૃત્તની વાત કરી છે. જો કે આ અંગે હાલ અટકળો પણ ચાલી રહી છે. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસનો સારો એવો પ્રચાર કર્યો હતો. જેના કારણે જ આજે તેમને આ પદ માટે યોગ્ય ગણવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થાય તેના બે દિવસ પહેલા જ તેમની તાજપોશી કરવામાં આવી રહી છે.

English summary
Rahul Gandhi new inning as Congress President workers and supportes celebrates. He will take the charge eof Congress president today officially.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.