Rahul Gandhi On Hindenburg : હિંડનબર્ગ રિપોર્ટ મુદ્દે રાહુલ ગાંધીના સરકારને તીખા સવાલ, જાણો શું કહ્યું?
Rahul Gandhi On Hindenburg : ગૌતમ અદાણી અને સેબીની ચેરમેન માધવી બુચના કથિત કૌભાંડના ખુલાસા બાદ પણ કેન્દ્રની નિંભર બીજેપી સરકાર કોઈ એક્શન લેવા તૈયાર નથી.
હિંડનબર્ગના પહેલા રિપોર્ટ પર ઢાંકપિછોડો ખેલનારી સરકાર અને સેબી બીજા રિપોર્ટમાં ખુદ લપેટામાં આવી છે. સેબી ચીફની સંડોવણીના આરોપોમાં બાદ કોઈ એક્શન ન લેવાતા હવે રાહુલ ગાંધીએ સરકારને આડે હાથ લીધી છે.

અમેરિકન રિસર્ચ અને ઈન્વેસ્ટમેન્ટ કંપની હિંડનબર્ગ રિસર્ચે તેના નવા રિપોર્ટમાં સેબી ચીફ માધવી પુરી બુચ પર સીધો અદાાણી સાથે મળીને કૌભાંડ કરવાનો આરોપ મુક્યો છે. હવે રાહુલ ગાંધીએ આ મુદ્દે કહ્યું કે, નાના છૂટક રોકાણકારોની સંપત્તિની સુરક્ષા માટે જવાબદાર સેબીની પ્રતિષ્ઠાને તેના અધ્યક્ષ સામેના આરોપોથી ગંભીર નુકસાન થયું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશભરના પ્રમાણિક રોકાણકારોના સરકારને મહત્વપૂર્ણ પ્રશ્નો છે. સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચે હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી? જો રોકાણકારો તેમની મહેનતની કમાણી ગુમાવશે તો કોણ જવાબદાર હશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સેબીના ચેરમેન કે ગૌતમ અદાણી?
રાહુલ ગાંધીએ કહ્યું કે, નવા અને અત્યંત ગંભીર આરોપો સામે આવ્યા છે તે જોતાં શું સુપ્રીમ કોર્ટ આ મામલાની ફરીથી પોતાની રીતે તપાસ કરશે? તેમણે કહ્યું કે હવે એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન મોદી જેપીસી તપાસથી આટલા કેમ ડરે છે અને તેનાથી શું બહાર આવી શકે છે?
રાહુલે એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે, કલ્પના કરો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ચાલી રહી છે અને મેચ જોનાર દરેક વ્યક્તિ મેચ રમીને જાણે છે કે અમ્પાયરો ન્યાયી નથી. આવી સ્થિતિમાં મેચનું શું થશે? મેચની નિષ્પક્ષતા અને પરિણામનું શું થશે? મેચમાં હાજરી આપનાર વ્યક્તિ તરીકે તમને કેવું લાગશે?
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, ભારતીય શેરબજારમાં આવું જ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના શેરબજારમાં મોટી સંખ્યામાં લોકો રોકાણ કરી રહ્યા છે. તેઓ તેમની મહેનતની પ્રમાણિકતાથી કમાયેલી બચતને શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે.
The integrity of SEBI, the securities regulator entrusted with safeguarding the wealth of small retail investors, has been gravely compromised by the allegations against its Chairperson.
— Rahul Gandhi (@RahulGandhi) August 11, 2024
Honest investors across the country have pressing questions for the government:
- Why… pic.twitter.com/vZlEl8Qb4b
તેમણે કહ્યું કે, વિપક્ષના નેતા તરીકે તમારા ધ્યાન પર લાવવાની મારી ફરજ છે કે ભારતીય શેરબજાર જોખમમાં છે કારણ કે શેરબજારનું નિયમન કરતી સંસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદી અને ગૌતમ અંદાણીની સાંઠગાંઠના આરોપો બાદ હવે સેબીની સંડોવણીએ ઘણા ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ આરોપોને જોતા લાગી રહ્યું છે કે સરકાર ભ્રષ્ટાચારની વાતો કરવા સિવાય કોઈ પગલા લેવા રાજી નથી.












Click it and Unblock the Notifications
