‘સંસદમાં બોલતા મારી સાથે નહોતી મિલાવી આંખ, આમ-તેમ જોઈ રહ્યા હતા મોદીજી'
રાફેલ ડીલ પર ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદના નિવેદન બાદ શનિવારે કોંગ્રેસના પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જબરદસ્ત હુમલો કર્યો છે.
રાફેલ ડીલ પર ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદના નિવેદન બાદ શનિવારે કોંગ્રેસના પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જબરદસ્ત હુમલો કર્યો છે. તેમણે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીને સીધા નિશાને લેતા કહ્યુ કે દેશના ચોકીદાર ચોર છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર એક પછી એક કટાક્ષ કર્યા. રાહુલ ગાંધીએ કહ્યુ કે જ્યારે મે સંસદમાં રાફેલ ડીલની બધી વાત મૂકી તો પીએમ મોદીએ મારી આંખ સાથે આંખ ન મિલાવી. જ્યારે મે તેમને વારંવાર પૂછ્યુ ત્યારે તે આમ-તેમ જોવા લાગ્યા હતા. દેશના ચોકીદાર ચોરી કરી ગયા.

પીએમએ અંબાણીની કંપનીને હજારો કરોડની ભેટ આપી
1. રાહુલ ગાંધીએ કહ્યુ કે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ કહી રહ્યા છે કે અનિલ અંબાણીની કંપનીને જે હજારો કરોડની ભેટ આપી છે તે નરેન્દ્ર મોદીના કહેવાથી આપી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ભારતના પીએમને ચોર કહી રહ્યા છે. ભારતના પીએમે આ બાબતે સ્પષ્ટતા આપવી જોઈએ. મને ખબર નથી પડતી કે હિંદુસ્તાનના પ્રધાનમંત્રી એક શબ્દ કેમ નથી બોલી રહ્યા?
2. રાહુલ ગાંધીએ કહ્યુ કે જવાનોની વાત છે, દેશની વાત છે, ભ્રષ્ટાચારની વાત છે, 30 હજાર કરોડના કોન્ટ્રાક્ટની વાત છે. મને સમજાતુ નથી કે પીએમના મોઢામાંથી અવાજ કેમ નથી નીકળતો? હું મારી ખુરશી બચાવી રહ્યો છું. તમે સામે આવો અને જણાવો કે આવુ થયુ નહોતુ.

જે વ્યક્તિ પર તમે ભરોસો કર્યો તેણે તમને છેતર્યા છે
3. રાહુલ ગાંધીએ કહ્યુ કે નરેન્દ્ર મોદીજીએ 30 હજાર કરોડનો કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીની મદદ કરવા માટે તેમને આપી દીધો. અનિલ અંબાણીજીએ ક્યારેય વિમાન બનાવ્યુ નથી. તેમની કંપની 10 દિવસ પહેલા બની છે. એચએએલને હટાવી દીધી, રિલાયન્સને આપી દીધો. હું માત્ર એટલુ કહેવા ઈચ્છુ છુ કે જે વ્યક્તિ પર તમે ભરોસો કર્યો તેણે તમને છેતર્યા છે. તમારો ભરોસો તોડ્યો છે.
4. રાહુલ ગાંધીએ કહ્યુ કે નરેન્દ્ર મોદીજીએ 30 હજાર કરોડ રૂપિયાવી ભેટ પોતે અનિલ અંબાણીને આપી છે. આ સત્ય છે. હવે લોકોના દિમાગમાં એ ઘૂસી ગયુ છે કે દેશનો ચોકીદાર ચોર છે. પ્રધાનમંત્રીજી તમે સફાઈ આપો. રાફેલ મામલે સો ટકા ભ્રષ્ટાચાર થયો છે.
5. રાહુલ ગાંધીએ કહ્યુ કે અમે રાફેલ ડીલનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો. આ દરમિયાન પીએમ મોદી મારી આંખથી આંખ નહોતા મેળવી રહ્યા. તેઓ મારા આરોપો દરમિયાન આમ-તેમ જોતા રહ્યા. પોતાનુ માથુ ઝૂકાવીને નીચે જોતા રહ્યા પરંતુ મારી સાથે આંખ સુદ્ધા મિલાવી નહિ. જે વ્યક્તિ પર દેશના યુવાનોએ ભરોસો કર્યો હતો તે વ્યક્તિએ દેશના લોકોનો ભરોસો તોડ્યો છે.

મનોહર પરિકર ગોવાના બજારમાં માછલી ખરીદી રહ્યા હતા
6. રાહુલે કહ્યુ કે નિર્ણય પ્રધાનમંત્રીજીએ લીધો છે અને ફાયદો ત વ્યક્તિને મળ્યો છે જે પ્રધાનમંત્રીજી સાથે પ્રતિનિધિમંડળમાં ફ્રાંસ ગયા હતા. અનિલ અંબાણીએ ક્યારેય પોતાના જીવનામાં વિમાન બનાવ્યુ નથી અને તેમણે સોદો થયાના થોડા દિવસ પહેલા જ કંપની બનાવી હતી. તેમછતાં આ સોદો એચએએલ પાસેથી છીનવીને અંબાણીજીને આપી દેવામાં આવ્યો. જેના પર પહેલેથી 45,000 કરોડ રૂપિયાનું દેવુ હતુ.
7. રાહુલે કટાક્ષ કરતા કહ્યુ કે તત્કાલિન સંરક્ષણ મંત્રી (મનોહર પરિકર) એ કહ્યુ કે જ્યારે કોન્ટ્રાક્ટ બદલ્યો ત્યારે મને ખબર નહોતી, તે ગોવાના બજારનાં માછલી ખરીદી રહ્યા હતા. રાહુલે માંગ કરી કે આ મામલે સંયુક્ત સંસદીય સમિતિમાં તપાસ થવી જોઈએ. સમગ્ર સત્ય બહાર આવી જશે.
8. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણજીએ કહ્યુ કે એચએએલ રાફેલ વિમાન નથી બનાવી શકતા. તો એચએએલના પૂર્વ પ્રમુખે કહ્યુ કે આવુ નથી નિર્મલા સીતારમણજી ખોટુ બોલી રહ્યા છે. સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે તે કિંમત જણાવશે. પછી કહ્યુ કે નથી કહી શકતી, તે ટોપ સિક્રેટ છે. ફ્રાંસના રાષ્ટ્રપતિએ કહ્યુ કે વિમાનની કિંમત બતાવવા અંગે કોઈ ગોપનીય જોગવાઈ નથી. તે સતત જૂઠ બોલી રહ્યા છે.












Click it and Unblock the Notifications
