Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rahul Gandhi On RSS : વકફ બાદ હવે RSS ની નજર ખ્રિસ્તી સંસ્થાઓની જમીન પર? રાહુલ ગાંધીનો મોટો દાવો

Rahul Gandhi On RSS : લોકસભા અને રાજ્યસભામાં પસાર કરાયેલ વકફ સંશોધન બિલને લઈને દેશની રાજનીતિ તેજ છે. દેશના બંધારણપ્રેમીઓ અને વિપક્ષી પાર્ટીઓ તેને બંધારણ વિરોધી ગણાવી રહી છે.

કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ આ બિલનો ભારે વિરોધ કર્યો છે. આ તમામ વિવાદ વચ્ચે રાહુલ ગાંધીના એક દાવાએ RSS ને લઈને નવી ચર્ચા છેડી છે.

Rahul Gandhi On RSS

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર સંઘના મેગેઝિન Organiser ના એક લેખનો સ્ક્રીનશૉટ શેર કર્યો અને દાવો કર્યો કે, કેથોલિક ચર્ચ અને ખ્રિસ્તી સંસ્થાઓ પાસે ભારતમાં 7 કરોડ હેક્ટર જમીન છે.

તેમણે લખ્યું કે, વકફ બિલ હાલ મુસ્લિમ સમુદાયને નિશાન બનાવે છે પરંતુ ભવિષ્યમાં અન્ય સમુદાયોને પણ અસર કરશે. હવે આરએસએસનું ધ્યાન ખ્રિસ્તીઓ તરફ વળ્યું છે.

તેમણે જણાવ્યું કે બંધારણ જ આપણા હકોની એકમાત્ર ઢાલ છે અને તેની રક્ષા આપણી સામૂહિક ફરજ છે. જણાવી દઈએ કે, વિપક્ષોએ આ બિલને ધાર્મિક સ્વતંત્રતા અને સમુદાયની સંપત્તિ પર હુમલા તરીકે ગણાવ્યુ છે તો સરકાર વકફ સંપત્તિમાં પારદર્શિતા લાવવાનો દાવો કરી રહી છે.

આ વિવાદે એકવાર ફરી રાજ્ય-ધર્મ સંબંધ અને બંધારણીય મૂલ્યો અંગે નવી ચર્ચાને જન્મ આપ્યો છે. આ બિલ સાથે બીજેપીની મુસ્લિમ વિરોધી નીતિઓ અને ગૈરબંધારણીય કાયદા બનાવવાની રીત પર પણ ઘણા સવાલ થઈ રહ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X