રાહુલ ગાંધીએ ખુલ્લો પત્ર લખી ખેડૂતોને આપ્યા અભિનંદન, પીએમ મોદીને કહ્યુ - ફરીથી ના કરતા આવુ દુસ્સાહસ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોના નામે ખુલ્લો પત્ર લખ્યો છે. જાણો શું કહ્યુ.

નવી દિલ્લીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોના નામે ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્ર તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણ કૃષિ કાયદા પાછા લેવાનુ એલાન કરવાના સંદર્ભમાં લખ્યો છે. રાહુલે આને ખેડૂતોના આંદોલનની જીત ગણાવીને તેમને અભિનંદન આપ્યા છે. સાથે જ બીજા મુદ્દાઓને લઈને સંઘર્ષ ચાલુ રાખવાની વાત પણ કહી છે. રાહુલ ગાંધીએ આ પત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરીથી ક્યારેય આ પ્રકારના કોઈ કાયદા ન લાવવા માટે કહ્યુ છે.

આંદોલનનુ આવુ ઉદાહરણ નથી મળતુ

આંદોલનનુ આવુ ઉદાહરણ નથી મળતુ

રાહુલ ગાંધીએ આ પત્રને 'ખેડૂત-મજૂર ભાઈ-બહેનોને મારો શુભકામના પત્ર' કહીને શેર કર્યો છે. આમાં તેમણે લખ્યુ છે - તમારા(ખેડૂત) તપ, સંઘર્ષ અને બલિદાનના દમ પર મળેલી ઐતિહાસિક જીતના ખૂબ-ખૂબ અભિનંદન. 12 મહિનાથી કડકડતી ઠંડી, ગરમી, વરસાદ અને તમામ મુશ્કેલીઓ છતાં ત્રણે કાળા કાયદાને ખતમ કરાવવા જે સત્યાગ્રહ તમે જીત્યો છે, તેનુ બીજુ ઉદાહરણ આઝાદ ભારતમાં નથી મળતુ. હું તમારા આ સંઘર્ષમાં 700થી વધુ ખેડૂત ભાઈ-બહેનોની કુરબાની માટે નતમસ્તક છુ.

તાનાશાહ સાથે લડ્યા છો તમે

તાનાશાહ સાથે લડ્યા છો તમે

રાહુલ ગાંધીએ આગળ લખ્યુ - એક તાનાશાહ શાસકના અહંકાર સામે લડીને જે ગાંધીવાદી તરીકે તમે તેમને નિર્ણય પાછો લેવા માટે મજબૂર કર્યા, એ અસત્ય પર સત્યની વિજયનુ ઉદાહરણ છે. આજના આ ઐતિહાસિક દિવસે આપણે એ શહીદ ખેડૂત-મજૂર ભાઈ-બહેનોને યાદ કરીએ છીએ જેમણે પોતાના જીવનુ બલિદાન આપીને આ સત્યાગ્રહને મજબૂત કર્યો. જો કેન્દ્ર સરકારે શરુઆતમાં જ ખેડૂતોની માંગો પર ધ્યાન આપ્યુ હોત તો આ દિવસ ના આવત.

હજુ સંઘર્ષ બાકી છે

હજુ સંઘર્ષ બાકી છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાધીએ આગળ લખ્યુ - સંઘર્ષ હજુ ખતમ નથી થયો. કૃષિ ઉપજના લાભકાકરી લઘુત્તમ ટેકાના ભાવ મળે, વિજળી સુધારા બિલ કાયદો ખતમ થાય, ખેતીમાં ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુ પર ટેક્સમાં બોજ ઘટે, ડીઝલના ભાવોમાં કમી આવે અને ખેત-મજૂરો પર કમરતોડ દેવાના બોજનો ઉકેલ કાઢવો એ દરેક ખેડૂતના સંઘર્ષના ગંભીર વિષય છે. હું તમને સહુને ભરોસો અપાવુ છુ કે ભવિષ્યમાં પણ તમારા દરેક યોગ્ય સંઘર્ષોમાં હું અને કોંગ્રેસ પક્ષ તમારા ખભાથી ખભા મિલાવીને ઉભા રહીશુ.

પીએમને કહ્યુ - ફરીથી આવુ ના કરતા

પીએમને કહ્યુ - ફરીથી આવુ ના કરતા

રાહુલ ગાંધીએ કહ્યુ કે હું પ્રધાનમંત્રી પાસે માંગ કરુ છુ કે ખેડૂત પોતાનુ ફાયદો અને નુકશાન બહુ સારી રીતે સમજે છે. થોડા અબજપતિઓના હાથમાં રમીને ખેડૂતને પોતાના જ ખેતરોમાં ગુલામ બનાવવાનુ ષડયંત્ર કરીને તેને યોગ્ય સાબિત કરવાનુ ફરીથી દુસ્સાહસ ના કરતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X