રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ પર રાહુલ અને પ્રિયંકા ગાંધીએ પોતાના પિતાને યાદ કર્યા, શ્રદ્ધાંજલિ આપી
રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ પર રાહુલ અને પ્રિયંકા ગાંધીએ પોતાના પિતાને યાદ કર્યા
દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 30મી પુણ્યતિથિ છે. આ અવસર પર કોંગ્રેસ પાર્ટીના કેટલાય દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી છે. રાહુલ ગાંધીએ રાજીવ ગાંધીનો એક ફોટો ટ્વીટ કરીને કહ્યું છે, "સત્ય કરુણા અને પ્રગતિ" આ ઉપરાંત રાહુલ ગાંધી વીર ભૂમિ સ્થળે પણ પહોંચ્યા, જ્યાં તેમણે પોતાના પિતા રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પિત કરી.

પ્રિયંકા ગાંધીએ પમ ટ્વીટ કર્યું
રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, "પ્રેમથી મોટી કોી શક્તિ નથી અને દયાથી મોટું એકેય સાહસ નથી, કરુણાથી મોટી એકેય શક્તિ નથી અને વિનમ્રતાથી મોટો કોઈ ગુરુ નથી."
આત્મઘાતી હુમલામામં રાજીવ ગાંધીની હત્યા થઈ હતી
જણાવી દઈએ કે 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરમ્બદૂરમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધી અહીં એક ચૂંટણી સભા સંબોધિત કરવા પહોંચ્યા હતા. ત્યારે જ એક આત્મઘાતી મહિલા હુમલાખોરે વિસ્ફોટ કરી રાજીવ ગાંધીની હત્યા કરી હતી. આ ઘટનામાં આત્મઘાતી મહિલા ધનુ સહિત 14 અન્ય વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા અને આ સંભવતઃ આત્મઘાતી વિસ્ફોટ હતો જેમાં કોઈ મોટા નેતાનું મોત થયું હોય.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
