For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ આપ્યુ બીજુ એક મોટુ વચનઃ એક વર્ષમાં આપીશુ 22 લાખ સરકારી નોકરીઓ

રાહુલ ગાંધીએ કહ્યુ કે જો કેન્દ્રમાં તેમની સરકાર બનશે તો એક વર્ષમાં 22 લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલી કોંગ્રેસ કેન્દ્રની મોદી સરકાર પર હુમલા કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર રોજગાર આપવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે. વળી, હવે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પહેલા વધુ એક મોટુ વચન આપ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે જો કેન્દ્રમાં તેમની સરકાર બનશે તો એક વર્ષમાં 22 લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે.

એક વર્ષમાં 22 લાખ સરકારી નોકરી આપવાનું એલાન

એક વર્ષમાં 22 લાખ સરકારી નોકરી આપવાનું એલાન

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ, ‘આજે સરકારમાં 22 લાખ પદો ખાલી છે, અમે આ ખાલી પદોને 31 માર્ચ, 2020 સુધીમાં ભરી દઈશુ. આરોગ્ય, શિક્ષણ વગેરે માટે કેન્દ્ર દ્વારા દરેક રાજ્ય સરકારને રકમનું હસ્તાંતરણ ભરતા આ ખાલી પદો સાથે જોડવામાં આવશે.' રાહુલ ગાંધીએ માત્ર વચન ન આપ્યુ પરંતુ તારીખનું પણ એલાન કરી દીધુ છે જે સમય સુધી આ વચનોને પૂરા કરી લેવામાં આવશે.

રોજગાર મુદ્દે સરકારને ઘેરતા રહ્યા છે રાહુલ ગાંધી

રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથઈ રોજગારના મુદ્દે પીએમ મોદી અને કેન્દ્ર સરકારને ઘેરતા રહ્યા છે. તેમણે ખેડૂતોના મુદ્દે પણ સરકારને ઘેરી છે અને આરોપ લગાવ્યો છે કે માત્ર ઉદ્યોગપતિઓની લોન માફ કરવામાં આવે છે જ્યારે ખેડૂતોનું દેવુ માફ નથી કરતી સરકાર. રાહુલ ગાંધીએ એક ચૂંટણી સભામાં કહ્યુ હતુ કે દેશ સામે બેરોજગારી સૌથી મોટો પડકારમાંની એક છે. આ 45 વર્ષોમાં સૌથી વધુ છે. અમે તેમના દ્વારા અનિલ અંબાણી જેવા લોકોને આપેલા પૈસા પાછા લઈશુ અને દેશના યુવાનોને આપીશુ. રાહુલે કહ્યુ હતુ કે પીએમ મોદીનું 15 લાખ આપવાનું વચન એક જૂઠ હતુ.

નીતિ પંચને ખતમ કરવાનું પણ કર્યુ છે એલાન

નીતિ પંચને ખતમ કરવાનું પણ કર્યુ છે એલાન

લોકસભા ચૂંટણી 2019 પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યુ કે સત્તામાં પાછા આવ્યા બાદ નીતિ પંચને ખતમ કરી દેવામાં આવશે અને તેની જગ્યાએ એક સીમિત (નાનુ) યોજના પંચ લઈને આવશે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે નીતિ પંચનું કામ માર્કેટિંગ પ્રેઝન્ટેશન બનાવવા અને આંકડામાં હેરફેર કરવા ઉપરાંત કંઈ નહોતુ. એટલા માટે તે સરકારમાં આવ્યા બાદ નીતિ પંચને ખતમ કરી દેશે. તેમણે કહ્યુ હતુ કે જો પીએમ મોદી દેશના સૌથી અમીર લોકોને પૈસા આપી શકે છે તો કોંગ્રેસ પાર્ટી હિંદુસ્તાનના ઈમાનદાર ખેડૂતો-ગરીબોને પૈસા આપી શકે છે.

આ પણ વાંચોઃ ચૂંટણી પ્રચાર દરમિયાન 'ઑટો ડ્રાઈવર' બની ઉર્મિલા માતોંડકરઃ જુઓ Picsઆ પણ વાંચોઃ ચૂંટણી પ્રચાર દરમિયાન 'ઑટો ડ્રાઈવર' બની ઉર્મિલા માતોંડકરઃ જુઓ Pics

English summary
rahul gandhi promises to fill 22 lakh government vacancies till 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X