રાહુલ ગાંધીએ એઈમ્સ પહોંચી પૂર્વ પીએમ મનમોહન સિંહના ખબર અંતર પુછ્યા!
ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ છે. તાવ પછી નબળાઈની ફરિયાદ બાદ પૂર્વ પીએમ બુધવારે હોસ્પિટલમાં દાખલ થયા હતા. AIIMS હોસ્પિટલના એક ડોક્ટરના જણાવ્યા અનુસાર તેમની હાલત સ્થિર છે.
નવી દિલ્હી, 14 ઓક્ટોબર : ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ છે. તાવ પછી નબળાઈની ફરિયાદ બાદ પૂર્વ પીએમ બુધવારે હોસ્પિટલમાં દાખલ થયા હતા. AIIMS હોસ્પિટલના એક ડોક્ટરના જણાવ્યા અનુસાર તેમની હાલત સ્થિર છે. બીજી બાજુ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા અને મનમોહન સિંહની તબિયત અંગે પૂછપરછ કરી હતી.

89 વર્ષીય ભૂતપૂર્વ વડા પ્રધાનને નબળાઈના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી તેમની તબિયત જાણવા તેમને મળ્યા હતા અને તેમને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત સમાચાર અનુસાર, રાહુલ ગાંધીએ પૂર્વ પીએમની સારવાર કરતા ડોક્ટરો સાથે પણ વાતચીત કરી અને તેમના સ્વાસ્થ્યને લગતી તમામ માહિતી મેળવી હતી.
બીજી તરફ મનમોહન સિંહ વિશે AIIMS ના ડાયરેક્ટરે જણાવ્યું કે, તેમને બુધવારે કાર્ડિયો-ન્યુરો સેન્ટરના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમને ડો. નીતીશ નાઈકના નેતૃત્વમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મનમોહન સિંહ શ્વાસની તકલીફ અને સતત છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી.
તમને જણાવી દઈએ કે સોમવારે મનમોહન સિંહને તાવ આવ્યો હતો, જે પછી તે તાવમાંથી સ્વસ્થ થઈ ગયા હતા પરંતુ શરીરમાં નબળાઈ હતી. હાલ ભૂતપૂર્વ પીએમ માત્ર પ્રવાહી આહાર લઈ શકે છે. સાથે જ પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને પૂર્વ પીએમની જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. તે જ સમયે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પોતે પણ મનમોહન સિંહને મળવા અને તેમની સ્થિતિ જાણવા એઈમ્સ ગયા હતા.












Click it and Unblock the Notifications
