PM મોદીના નિવેદન પર રાહુલ ગાંધીએ આપ્યો જવાબ, અમે INDIA છીએ, તમારે જે કહેવું હોય એ કહો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળોના ગઠબંધન INDIA નામ રાખવા પર પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં પણ INDIA છે, અને ઇન્ડિયાન મુજાહિદ્દીનમાં પણ INDIAN. ફક્ત નામ રાખી લેવાથી શું થાય છે. જેના જવાબમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું હતું કે, તમે અમે મન ફાવે તેમ કહો, પણ અને INDIA છીએ.

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, પીએમ મોદી તમે અમને જે ઇચ્છો તે બોલાવો, પરંતુ અમે INDIA છીએ. અમે મણિપુરને રિકવર કરવામાં મદદ કરીશું અને દરેક મહિલા અને બાળકના આંસુ લૂછીશું. અમે મણિપુરમાં INDIAના વિચારને ફરીથી બનાવીશું. અમે ત્યાંના તમામ લોકો માટે પ્રેમ અને શાંતિ પાછી લાવીશું.

Rahul Gandhi

વડાપ્રધાન મોદીએ વિપક્ષી પાર્ટીઓના 'INDIA' ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. તેમણે ભાજપ સંસદીય દળની બેઠકમાં કહ્યું હતું કે, 'INDIA' ગઠબંધન દેશમાં અત્યાર સુધીનું સૌથી દિશાવિહીન ગઠબંધન છે. ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ઈન્ડિયન મુજાહિદ્દીન જેવા નામો ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, માત્ર દેશના નામનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરી શકાય નહીં.

સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં જણાવ્યું હતું કે, વિપક્ષનું વર્તન એવું રહ્યું છે કે, તેણે લાંબા સમય સુધી વિપક્ષમાં રહેવાનું નક્કી કર્યું છે.

ભાજપ નેતા રમેશ બિધુરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને કહ્યું કે દેશને વિભાજિત કરવાની યોજના ઘડનારાઓમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ઈન્ડિયન મુજાહિદ્દીન જેવા નામ પણ છે, પરંતુ લોકો આ યુક્તિઓથી ગેરમાર્ગે દોરાશે નહીં.

આવા સમયે પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ભાજપના નેતાઓને કહ્યું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના વિદેશીઓએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકો ઈન્ડિયન મુજાહિદ્દીન અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા જેવા નામોનો પણ ઉપયોગ કરી રહ્યા છે અને તેમની વાસ્તવિકતાઓ તેમણે જે પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કર્યો છે, તેનાથી ઘણી અલગ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X