રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસને નોટીસનો જવાબ આપ્યો, જાણો શું કહ્યું?
રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસની નોટિસનો 10 મુદ્દામાં જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા ભાષણના 45 દિવસ બાદ દિલ્હી પોલીસે આ કાર્યવાહી કેમ કરી?

નવી દિલ્હી : દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને મોકલેલી નોટીસનો જવાબ તેમને આપી દીધો છે. દિલ્હી પોલીસે રાહુલ ગાંધીના ભારત જોડો યાત્રા દરમિયાનના બળાત્કાર મુદ્દે આપેલા એક નિવેદનને લઈને નોટીસ પાઠવી હતી. હવે રાહુલ ગાંધીએ આ મુદ્દે દિલ્હી પોલીસને પોતાનો જવાબ મોકલી દીધો છે.
પોતાના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યુ છે કે તે આગામી દિવસોમાં તેનો વિગતે જવાબ આપશે. સૂત્રો અનુસાર, નોટિસ મળતાં જ રાહુલ ગાંધીએ પોલીસને પૂછ્યું છે કે શું શાસક પક્ષ દ્વારા ક્યારેય આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવ્યું છે અને અભિયાન સાથે જોડાયેલા નેતાને આવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, હું આશા રાખું છું કે પોલીસની આ કાર્યવાહી સંસદમાં તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો, સંસદની બહાર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અને અદાણી સહિત તેમણે ઉઠાવેલા તમામ મુદ્દાઓને કારણે નથી.
રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસની નોટિસનો 10 મુદ્દામાં જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા ભાષણના 45 દિવસ બાદ દિલ્હી પોલીસે આ કાર્યવાહી કેમ કરી?
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે યાત્રા દરમિયાન ઘણી મહિલાઓ તેમને મળવા આવી, તે ભાવુક થઈ અને રડીને જણાવ્યું કે તેમની સાથે સાત વખત બળાત્કાર થયો. પરંતુ તેણે આ અંગે પોલીસમાં ફરિયાદ ન કરવા જણાવ્યું.
મહિલાઓએ જણાવ્યું હતું કે જો તેઓ પોલીસમાં ફરિયાદ કરશે તો મુશ્કેલીમાં વધારો થશે. રાહુલ ગાંધીના આ નિવેદનની નોંધ લેતા દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે. દિલ્હી પોલીસે રાહુલ ગાંધી પાસે આ મહિલાઓ વિશે માહિતી માંગી છે, જેથી આ મામલાની તપાસ થઈ શકે.












Click it and Unblock the Notifications
