For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીનો પ્રહાર, બોલ્યા- 'ભાજપ કહે છે મેક ઇન ઇન્ડિયા પરંતુ ખરીદી ચીનથી કરે છે'

રાહુલ ગાંધીનો પ્રહાર, બોલ્યા- 'ભાજપ કહે છે મેક ઇન ઇન્ડિયા પરંતુ ખરીદી ચીનથી કરે છે'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત- ચીન વિવાદ પર કોંગ્રેસ નતા રાહુલ ગાંધી મોદી સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે, તેમણે ફરી એકવાર ચીનથી માલ આયાત કરવા પર કેન્દ્ર સરકારના વલણ ઉપર સવાલ ઉઠાવ્યા છે, તેમણે પોતાના લેટેસ્ટ ટ્વિટમાં કહ્યું કે ભાજપ કહે છે Make In India પરંતુ કરે છે Buy From China.

રાહુલ ગાંધીએ મોદી Vs મનમોહન ગ્રાફ શેર કર્યો

રાહુલ ગાંધીએ મોદી Vs મનમોહન ગ્રાફ શેર કર્યો

તેમણે પોતાના ટ્વીટમાં એક ગ્રાફ દેખાડ્યો, જે મુજબ વર્ષ 2009થી વર્ષ 2014 દરમિયાન મનમોહન સરકારની ચીન પાસેથી મહત્તમ આયાત 14 ટકા હતી જ્યારે મોદી સરકારના કાર્યકાળણાં 18 ટકા સુધી પહોંચી ગઇ છે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે મનોહન સરકારની સમયે આયાત ઘટી હતી. જ્યારે મોદી સરકારના સમયમાં આયાત વધી છે, રાહુલ ગાંધીનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું

અગાઉ પણ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા કે રાષ્ટ્રની રક્ષા અને સુરક્ષા પર વાત ક્યારે થશે. તેમણે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી સત્ય બોલે અને આપણી જમીન પાછી લેવા માટે કાર્યવાહી કરે તો આખો દેશ તેમની સાથે ઉભો છે.

પીએમ તમારે સત્ય બોલવું જ પડશે

પીએમ તમારે સત્ય બોલવું જ પડશે

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સેટેલાઇટ ફોટોગ્રાફ્સમાં જોવા મળી રહ્યું છે કે લદ્દાખની જનતા અને આર્મી રિટાયર્ડ જનરલ્સ કહી રહ્યા છે કે ચીને આપણી જમીન છીનવી લીધી છે, એક જગ્યા નહિ, બલકે ત્રણ જગ્યા છીનવી લીધી છે, પ્રધાનમંત્રીજી તમારે સત્ય બોલવું પડશે. દેશને જણાવવું પડશે. ગભરાવાની કોઇ જરૂરત નથી. જો તમે કહેશો કે જમીન નથી ગઇ અને હકિકતમાં જમીન ગઇ હશે તો ચીનને ફાયદો થશે.

ગૃહમંત્રી અમિત શાહે આપ્યો હતો જવાબ

ગૃહમંત્રી અમિત શાહે આપ્યો હતો જવાબ

જો કે રાહુલ ગાંધીના તીખા સવાલો પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે રાહુલ ગાંધી સાથે તેઓ સંસદમાં બે બે હાથ કરવા માટે તૈયાર છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે ચર્ચા કરવા માટે કોઇ ભાગવા નથી માંગતું અને સંસદ સત્ર શરૂ થનાર છ તેમાં આવી જેટલી ચર્ચા કરવી હોય તેટલી કરે, પરંતુ કોઇએ એવા નિવેદન ના આપવા જોઇએ જેનાથી પાકિસ્તાન અને ચીન જેવા દેશને તેનાથી ખુશી મળતી હોય.

English summary
Rahul Gandhi's attack, says- 'BJP says make in India but buys from China'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X