For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bharat Jodo Yatra: 9 દિવસના વિરામ પછી આજે ફરીથી શરુ થઈ રહી છે 'ભારત જોડો યાત્રા'

કોંગ્રેસની રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની ભારત જોડો યાત્રા આજે 9 દિવસના વિરામ પછી ફરીથી શરુ થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

Bharat Jodo Yatra: રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' 9 દિવસના વિન્ટર બ્રેક પછી આજે ફરીથી શરુ થઈ રહી છે. આજથી આ યાત્રા આજે 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી ઉત્તર પ્રદેશમાં રહેશે અને ત્યારબાદ હરિયાણામાં પ્રવેશ કરશે. તમને જણાવી દઈએ કે હાલમાં 'ભારત જોડો યાત્રા' લગભગ 3122 કિલોમીટરનુ અંતર કાપી ચૂકી છે. કન્યાકુમારીથી શરુ થયેલી આ યાત્રાનુ સમાપન કાશ્મીરમાં થશે જ્યાં રાહુલ ગાંધી 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે.

Bharat Jodo Yatra

ઉલ્લેખનીય છે કે 'ભારત જોડો યાત્રા' અત્યાર સુધીમાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ફરી ચૂકી છે. ભારત જોડો યાત્રા દક્ષિણના રાજ્યોથી શરૂ થઈ અને રાજસ્થાન અને દિલ્લી સુધી ગઈ. 7 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રામાં અત્યાર સુધીમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર અને હરિયાણાના કેટલાક ભાગોને આવરી લેવામાં આવ્યા છે. આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થશે. યાત્રામાં જાણીતા રાજકીય ચહેરાઓ ઉપરાંત મનોરંજન ક્ષેત્રના પણ ઘણા લોકપ્રિય ચહેરોઓ જોડાયા છે.

કોંગ્રેસે દાવો કર્યો છે કે ભારતના ઈતિહાસમાં કોઈપણ ભારતીય રાજનેતા દ્વારા કરવામાં આવેલી આ સૌથી લાંબી પદયાત્રા છે. આ યાત્રા સાથે રાહુલ ગાંધીનો હેતુ પક્ષના કાર્યકરોને એકત્ર કરવાનો અને દેશમાં ભાજપની 'વિભાજનકારી રાજનીતિ' સામે સામાન્ય જનતાને એક કરવાનો છે. જો કે આ યાત્રાને લઈને ભાજપે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર વારંવાર પ્રહારો કર્યા છે. હાલમાં જ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને પત્ર લખીને દેશમાં વધી રહેલા કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખીને આ યાત્રા સમાપ્ત કરવા વિનંતી કરી હતી.

કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપ 'ભારત જોડો યાત્રા'ની સફળતાથી ડરી ગઈ છે, તેથી તે કોરોનાના બહાને યાત્રા રોકવા માંગે છે, બીજી તરફ અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે જ્યારે દેશ તૂટ્યો જ નથી તો રાહુલ ગાંધી 'ભારત જોડો યાત્રા' દ્વારા કોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે? આ બધા વચ્ચે રામજન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કોંગ્રેસની આ યાત્રાને સમર્થન આપીને સહુને ચોંકાવી દીધા છે. તેઓ કહે છે કે દેશના હિત માટે રાહુલ ગાંધીનો આ પ્રયાસ પ્રશંસનીય છે. તમે જે કામ કરી રહ્યા છો તે સર્વજન હિતાય, સર્વજન સુખાયની ભાવનાથી પ્રેરિત છે. રામ લલાના આશીર્વાદ તમારી સાથે રહેશે. નોંધનીય છે કે પદયાત્રા 6 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી હરિયાણા, 11 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી પંજાબ અને 19 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશ તરફ જશે.

English summary
Rahul Gandhi's 'Bharat Jodo Yatra' resume today after 9 days winter break.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X