
રાહુલ ગાંધી ઉપવાસના નામે ઉપહાસ કરી રહ્યા છે : ભાજપ
સાંપ્રદાયિક સંવાદિતા અને દલિતો પરના અત્યાચારના બગાડેલા વાતાવરણ અંગે, કૉંગ્રેસ પાર્ટી આજે કેન્દ્ર સરકાર વિરુદ્ધ દેશભરમાં ઉપવાસ અને વિરોધ કરી રહી છે. રાજધાની દિલ્હીમાં રાજઘાટ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાંકેતિક ઉપવાસ પર છે. રાહુલના સિવાય દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય માકન સમેત અન્ય નેતાઓ પણ તેમાં સામેલ છે. રાહુલ ગાંધીના ઉપવાસને લઇને ભારતીય જનતા પાર્ટીએ તેમની પર પ્રહાર કર્યા છે. બીજેપી પ્રવક્તા સંબિતા પાત્રાએ કહ્યું છે કે રાહુલ ગાંધીના ઉપવાસ પર લોકો ઉપહાસ ઉડાવી રહ્યા છે. સંવિતા પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધીનો આ કેવો ઉપવાસ છે જે બ્રેકફાસ્ટથી શરૂ થશે અને લંચ પહેલા પૂરો થઇ જશે.
તેમણે રાહુલ ગાંધીને સવાલ કર્યો કે મિર્ચપુર ઇજ્જરમાં દલિતોને મારવામાં આવ્યા ત્યારે તમે એક સમયનું ખાવાનું છોડ્યું હતું. તેમણે કહ્યું કે ભારતમાં કોઇ દંગા માસ્ટરની પાર્ટી હોય તો તે કોંગ્રેસ પાર્ટી છે. તમને જણાવી દઇએ કે એસસી એસટી એક્ટમાં ફેરબદલ અને 2 એપ્રિલ પછી ભારત બંધ દરમિયાન થયેલી હિંસાને લઇને દલિત સંગઠનોમાં આક્રોશ હતો. રાહુલે આ મામલે પોતાનું સમર્થન આપી વિરોધ દર્શાવ્યો છે. સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસે બાબા સાહેબ અને દલિતો સાથે તુષ્ટીકરણની રાજનીતિ કરી છે. તેમની સચ્ચાઇ સામે આવી ગઇ છે અને તેમની પોલ ખુલી છે. તેમણે કહ્યું કે આ ફાસ્ટ નહીં પણ ફાસ્ટ ટ્રેક છે. રાહુલ ગાંધી રાજનીતિમાં ચમકવા માટે આ કરી રહ્યા છે. અને કોંગ્રેસ આ માટે કોઇ પણ હદ સુધી જઇ શકે છે.