લોકસભામાંથી ટિપ્પણી હટાવાતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા, કહ્યું,-લોકશાહીનો અવાજ નહીં ભૂંસી શકો
અદાણી મુદ્દે હિડેનબર્ગના અહેવાલ બાદ રાહુલ ગાંધીએ મંગળવારે બિઝનેસમાં અદાણીના ફેલાવાને 2014માં કેન્દ્રમાં સત્તા પર આવેલી મોદી સરકાર સાથે જોડ્યો હતો.
નવી દિલ્હી : સંસદની કાર્યવાહીમાંથી રાહુલ ગાંધીની ટિપ્પણી હટાવતા હવે કોંગ્રેસ હમલાવર જોવા મળી રહ્યું છે. વિપક્ષના આરોપો વચ્ચે હવે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદી લોકશાહીનો અવાજ ભૂંસી શકશે નહીં. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પ્રહારો કર્યા અને લખ્યુ કે, વડાપ્રધાન, તમે લોકશાહીનો અવાજ ભૂંસી શકશો નહીં.જનતા તમને સીધા પ્રશ્નો પૂછી રહી છે. જવાબ આપો.

આ પહેલા કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ રાહુલ ગાંધીના ભાષણના ભાગ હટાવતા સરકારની ટીકા કરી હતી. આ ટિપ્પણીઓમાં ગૌતમ અદાણી સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબંધોનો આક્ષેપ કર્યા હતા. જયરામ રમેશને ટ્વિટ કરીને લખ્યુ હતું કે, અદાણી મહામેગા કૌભાંડ પર @RahulGandhiની ટિપ્પણીને હટાવવાની સાથે લોકસભામાં લોકશાહીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ઓમ શાંતિ.
અદાણી મુદ્દે હિડેનબર્ગના અહેવાલ બાદ રાહુલ ગાંધીએ મંગળવારે બિઝનેસમાં અદાણીના ફેલાવાને 2014માં કેન્દ્રમાં સત્તા પર આવેલી મોદી સરકાર સાથે જોડ્યો હતો. રાહુલ ગાંધીએ પીએમ મોદીને ચાર કર્યા અને પૂછ્યુ કે, તેઓ અદાણી સાથે કેટલી વખત વિદેશ પ્રવાસે ગયા છે. આ સિવાય તેમણે સવાલ કર્યો કે શું બિઝનેસ ટાયકૂન્સ પીએમના વિદેશ પ્રવાસમાં હાજરી આપે છે? પીએમના વિદેશ પ્રવાસ પછી તરત જ અદાણીએ કેટલી વખત તે દેશની મુલાકાત લીધી અને કોન્ટ્રાક્ટ મેળવ્યો.
અહીં રાહુલ ગાંધીએ એ પણ પુછ્યુ કે, અદાણીએ ભાજપને ચૂંટણી બોન્ડમાં કેટલા પૈસા આપ્યા? અહીં રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, 2014 માં ભાજપ સત્તામાં આવ્યા પછી ગૌતમ અદાણીનું નસીબ આકાશને આંબી ગયું અને વૈશ્વિક અમીરોની યાદીમાં 609માં સ્થાનેથી બીજા સ્થાને પહોંચી ગયા.












Click it and Unblock the Notifications
