રાહુલ ગાંધીની સજા પર હવે હાઈકોર્ટના નવા જજ સુનાવણી કરશે, જાણો કોણ છે જસ્ટિસ હેમંત પ્રચ્છક?

સુરત કોર્ટે સજા ફટકાર્યા બાદ હવે રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે. જો કે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલા જ જસ્ટિસ ગીતા ગોપીએ પોતાને અલગ કરી લીધા હતા. હવે આ મામલો અન્ય જજને સોંપવામાં આવ્યો છે.

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ સજા પર રોક લગાવવા કરેલી અપીલ પર 29 એપ્રિલે સુનાવણી થવાની છે. આ કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટના નવા જજ હેમંત પ્રચ્છક કરશે.

Rahul Gandhi

આ મુદ્દે રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ જણાવ્યુ કે, રાહુલ ગાંધીની અપીલ પર આ પહેલી સુનાવણી હેમંત પ્રચ્છક કરશે. આ પહેલા સુનાવણી જસ્ટિસ ગીતા ગોપી સમક્ષ થવાની હતી, પરંતુ તેમણે સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા હતા.

2019 માં રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં ચૂંટણી રેલી દરમિયાન આ વિવાદીત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેમના પર સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

આ કેસમાં 23 માર્ચે સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની સજા સંભળાવી હતી. બે વર્ષની સજા બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પણ ગુમાવી છે. રાહુલ ગાંધીએ આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો જ્યાં તેમને રાહત ન મળી અને હવે હાઈકોર્ટ પહોંચ્યા છે.

જસ્ટિસ હેમંત પ્રચ્છક પોરબંદરમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ 18 ઓક્ટોબર 2021 ના ​​રોજ ગુજરાત હાઈકોર્ટના જજ બન્યા છે. તેમણે હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને વર્ષો સુધી પ્રેક્ટિસ કરી. 2002 થી 2007 દરમિયાન સહાયક સરકારી વકીલ અને વધારાના પ્લીડર તરીકે પણ કામ કર્યું છે. તેમણે વર્ષ 2015 થી 2019 સુધી કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે પણ કામ કર્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X