કૃષિ કાયદા મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન, નુકસાનની ભરપાઈ કરવી પડશે!
ખેડૂતોના લાંબા સમયથી ચાલતા આંદોલન પછી કેન્દ્ર સરકારે કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત આજે (સોમવારે) શિયાળુ સત્રના પહેલા દિવસે કેન્દ્ર સરકારે કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હી, 29 નવેમ્બર : ખેડૂતોના લાંબા સમયથી ચાલતા આંદોલન પછી કેન્દ્ર સરકારે કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત આજે (સોમવારે) શિયાળુ સત્રના પહેલા દિવસે કેન્દ્ર સરકારે કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. સંસદમાં વિપક્ષના ભારે હોબાળા વચ્ચે એગ્રીકલ્ચર લો રિપીલિંગ બિલ 2021 લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગૃહની કાર્યવાહી બાદ મીડિયા સાથે વાત કરતા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે આ કાયદાઓ રદ કરવામાં આવ્યા છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ચર્ચા કર્યા વિના કૃષિ કાયદા પાછા ખેંચી લેવામાં આવ્યા. આ સરકાર ચર્ચા કરતા ડરે છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કૃષિ કાયદો પાછો ખેંચવા બદલ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાના નિવેદનમાં રાહુલે કહ્યું કે, અમે કહ્યું હતું કે ત્રણ કાળા કાયદા પાછા ખેંચવા પડશે. અમે જાણતા હતા કે 3-4 મોટા મૂડીવાદીઓની શક્તિ ભારતના ખેડૂતો સામે ટકી શકશે નહીં અને એવું જ થયું, કાળા કાયદાઓ રદ કરવા પડ્યા. આ ખેડૂતોની સફળતા છે, દેશની સફળતા છે.
રાહુલ ગાંધીએ ત્રણેય કૃષિ કાયદાને ખેડૂતો અને મજૂરો પર હુમલો ગણાવ્યો હતો. રાહુલે પોતાના નિવેદનમાં કહ્યું કે આ ત્રણ કાયદા ખેડૂતો અને મજૂરો પર હુમલો છે. પરંતુ ખેડૂતો અને મજૂરોની મુશ્કેલીઓ એમએસપી, લોન માફી જેવી લાંબી યાદી છે. તેઓની હજુ પણ આ માંગણીઓ છે, અમે તેમને સમર્થન આપીએ છીએ. પીએમ મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે કહ્યું કે વડાપ્રધાને માફી માંગી, આનો અર્થ એ થયો કે વડાપ્રધાને સ્વીકાર્યું કે તેમની ભૂલને કારણે 700 ખેડૂતો માર્યા ગયા, તેમની ભૂલને કારણે આંદોલન થયું. જો તેઓએ ભૂલ સ્વીકારી છે, તો નુકસાનની ભરપાઈ કરવી પડશે.
Earlier, we had said that the govt will have to withdraw the farm laws, and today these laws were repealed. It is unfortunate that the farm laws were repealed without discussion. This government is scared of holding a discussion: Congress MP Rahul Gandhi pic.twitter.com/omuigbn1Tg
— ANI (@ANI) November 29, 2021
બીજી તરફ બંને ગૃહોમાં ચર્ચા કર્યા વિના બિલ પસાર થવા પર રાહુલ ગાંધીએ કહ્યું કે જે રીતે સંસદમાં કોઈપણ ચર્ચા વિના કાયદાઓ રદ કરવામાં આવ્યા તે દર્શાવે છે કે સરકાર ચર્ચાથી ડરી રહી છે. સરકાર જાણે છે કે તેઓએ ખોટું કર્યું છે. 700 ખેડૂતોના મોત, કાયદાના અમલ પાછળ કોની શક્તિ હતી? આ અંગે ચર્ચા થવાની હતી પરંતુ સરકારે મંજૂરી આપી ન હતી.












Click it and Unblock the Notifications
