રાહુલ ગાંધીનું ટ્વીટ, કહ્યું- 10 ઓગસ્ટ સુધીમાં કોરોનાના 20 લાખ કેસ થશે

રાહુલ ગાંધીનું ટ્વીટ, કહ્યું- 10 ઓગસ્ટ સુધીમાં કોરોનાના 20 લાખ કેસ થશે

નવી દિલ્હીઃ આખા દેશમાં કોરોના વાયરસે તાંડવ મચાવ્યો છે, ભારતમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા ગુરુવારે 10 લાખને પાર કરી ચૂકી છે. કોવિડ 19 ઇન્ડિયા ડૉટ ઓઆરજી મુજબ દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 10 લાખ 2 હજાર 679 પર પહોંચી ગયા છે જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 3 લાખ 41 હજાર 450ને પાર થઇ ગયા, જ્યારે કોરોના વાયરસના લપેટામાં આવવાથી 25596 લોકોના મોત થયાં છે.

rahul gandhi

દેશની આ સ્થિતિ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવતા ટ્વીટ કર્યું, જેમાં તેમણે લખ્યું કે 10 ઓગસ્ટ સુધી દેશમાં 20 લાખથી વધુ લોકો સંક્રમિત થશે, મહામારી રોકવા માટે સરકારે ઠોસ, નિયોજિત પગલાં ઉઠાવવાં જોઇએ, રાહુલ ગાંધીનું આ ટ્વીટ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.

કોરોનાના રિકવરી રેટમાં સુધારો

જણાવી દઇએ કે દેશમાં કોરોનાના રિકવરી રેટમાં સુધારો થયો છે. કોવિડ 19 ઇન્ડિયા ડૉટ ઓઆરજી મુજબ દેશમાં કોરોના રિકવરી રેટ 63.25 ટકા પર પહોંચી ગયો છે. ભારતમાં તેજીથી વધી રહેલા કોરોના કેસ પાછળ AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોવિડ-19ના કેસ ભારતમાં તેજીથી વધી રહ્યા છે અને તેની પાછળનું સૌથી મટું કારણ આપણા દેશની વિશાળ જનસંખ્યા છે. વિશાળ જનસંખ્યાના કારણે અહીં કોવિડ 19ના મામલા વધી રહ્યા છે. જો કે સાજા થનારા લોકોની સંખ્યા પણ વધુ અને મૃત્યુદર બહુ ઓછો છે માટે ડરવાની જરૂરત નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X