For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન કોઈ સમાધાન નથી,એ ખતમ થતા જ વધશે કોરોનાના દર્દીઃ રાહુલ ગાંધી

ભારતમાં ફેલાયેલા કોરોના વાયરસના સંકટ વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં ફેલાયેલા કોરોના વાયરસના સંકટ વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ ગુરુવારે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે માત્ર લૉકડાઉન જ કોરોના વાયરસનુ સમાધાન નથી. વૈશ્વિક મહામારી સામે લડાવી જીતવી હોય તો સરકારે મોટાપાયે ટેસ્ટિંગ કરવી પડશે. રાહુલ ગાંધીએ કહ્યુ કે કોરોના વાયરસથી દેશમાં સ્થિતિ ઘણી ગંભીર છે આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે મોટા પગલાં લેવા પડશે. રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશમાં અત્યારે ઈમરજન્સી જેવી સ્થિતિ છે.

rahul gandhi

મીડિયાકર્મીઓ સાથે વાત કરીને રાહુલ ગાંધીએ કહ્યુ, આપણે એક ગંભીર સ્થિતિમાં છે, કોરોના સંકટ વચ્ચે બધા રાજકીય પક્ષોએ એકસાથે આવવુ પડશે. તેમણે આગળ કહ્યુ કે છેલ્લા 2 મહિનામાં મે ઘણા વિશેષજ્ઞો સાથે વાત કરી છે. કોરોના વાયરસ માટે લૉકડાઉન જ માત્ર પૉડ બટન નથી. આનાથી મહામારી ખતમ નહિ થાય, લૉકડાઉન હટ્યા બાદ એક વાર ફરીથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થશે.

લૉકડાઉન માત્ર એક નક્કી સમય આપશે જેથી તમે તૈયારી કરી શકો. કોંગ્રેસ નેતાએ આગળ કહ્યુ, આવનારા સમયમાં દેશમાં રાશનની કમી થઈ શકે છે જે સ્પીડથી જરૂરતમંદ લોકો પાસે પૈસા પહોંચવા જોઈએ, તે નથી પહોંચી રહ્યા. ગોડાઉનોમાં રાશન પડ્યુ છે પરંતુ તે લોકો સુધી નથી પહોંચી રહ્યુ. રાહુલ ગાંધીએ સરકારને સલાહ આપીને કહ્યુ કે અત્યારે ન્યાય યોજના લાગુ કરવાની જરૂર છે જે લોકો ગરીબ થે તેમને પૈસા જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યુ, કેન્દ્ર સરકાર ઈચ્છે તો ન્યાય યોજનાનુ નામ બદલી શકે છે પરંતુ કોરોના સંકટમાં લોકોની મદદ માટે આ કામ કરવુ જરૂરી છે.

રાહુલ ગાંધીએ ટેસ્ટિંગ પર જોર આપીને કહ્યુ કે વાયરસ સામે લડાઈમાં સૌથી મોટુ હથિયાર ટેસ્ટિંગ છે. મોટાપાયે ટેસ્ટિંગથી તમે અંદાજ લગાવી શકો છો કે વાયરસ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. એવામાં તમે વાયરસને આઈસોલેટ કરી શકો છો. ટાર્ગેટ કરી શકો છો અને ફાઈટ કરી શકો છો. રાહુલ ગાંધી આગળ કહે છે કે આપણુ પરીક્ષણ દર એક લાખમાંથી 199 છે, છેલ્લા 72 દિવસોમાં આપણે જેટલી પરીક્ષણ કર્યા છે તેમાંથી પ્રત્યેક માટે સરેરાશ 350 પરીક્ષણ છે.

આ પણ વાંચોઃ રિસર્ચમાં દાવો, ભારતમાં બતાવેલી સંખ્યાથી ઘણા વધુ છે કોરોના વાયરસના દર્દીઆ પણ વાંચોઃ રિસર્ચમાં દાવો, ભારતમાં બતાવેલી સંખ્યાથી ઘણા વધુ છે કોરોના વાયરસના દર્દી

English summary
Rahul Gandhi said Govt should increased testing to deal with Coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X