રાહુલ ગાંધીનું મોટું નિવેદન, સત્તામાં આવશે તો આ પગલાં લેશે
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે તેઓ પર્યાવરણને સુધારવા માટે લાખો યુવાનોની ગામોમાં જવાબદારી સોંપશે.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે તેઓ પર્યાવરણને સુધારવા માટે લાખો યુવાનોની ગામોમાં જવાબદારી સોંપશે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતે તેના જળ સંસાધનોને સુધારવાની અને તેને બચાવવાની જરૂર છે. જમીનના પાણીના સ્તરમાં સુધારો કરવા માટે, આપણે પાણીને સ્રોત પર ફરીથી રિચાર્જ કરવાની જરૂર છે. અમે લાખો ગ્રામીણ યુવાનો ગ્રામસભામાં તૈનાત કરીશુ જેથી પર્યાવરણને વધુ સારું થઇ શકે.

રાહુલ ગાંધી ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે જો અમે સત્તામાં આવ્યા તો અમે પાણીનું સ્તર સુધારવા માટે જરૂરી પગલા લઈશુ. તે જ સમયે, રાહુલ ગાંધી પણ જણાવ્યું હતું કે જો સત્તા પર આવ્યા તો નીતિ આયોગ સમાપ્ત થશે. તેમને કહ્યું કે નીતિ આયોગે પીએમ મોદી માટે માર્કેટિંગ કરવા અને માહિતી સાથે છેડછાડ કરવા સિવાય બીજું કોઈ કામ નથી કર્યું. અમે તેના બદલે ફરી યોજના આયોગની શરૂઆત કરીશુ. ફરી એકવાર યોજના આયોગની શરૂઆત થશે અને તેમાં મોટા અર્થશાસ્ત્રીઓ હશે. આ યોજનામાં 100 લોકો કરતા પણ વધારે લોકોનો સ્ટાફ હશે.
આ પણ વાંચો: અયોધ્યામાં બોલ્યાં પ્રિયંકા ગાંધી- બિરયાની ખાવા મોદી પાકિસ્તાન ગયા હતા, હું નહિ
આપને જણાવી દઈએ કે આ વખતે રાહુલ ગાંધી વધુ એક સીટથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. સંભાવના છે કે રાહુલ ગાંધી આ વખતે કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડી શકે છે. આ મામલે રાહુલ ગાંધીએ ચુપ્પી તોડી છે. તેમને બંને સીટોથી ચૂંટણી લડવાની સંભાવનાને ના નથી પાડી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંકેત આપ્યા છે કે તેઓ કેરળની વાયનાડ સીટથી લોકસભા ચૂંટણી લડવા માટે તૈયાર છે, પરંતુ આ અંગે જલ્દી નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: પીએમ આખી દુનિયા ફર્યા પરંતુ પોતાના ક્ષેત્રના ગામમાં નહીં ગયા












Click it and Unblock the Notifications
